કોરોના મુક્ત થઈ ગયેલા NEW ZEALAND માં પરત ફરી મહામારી : ઑકલેન્ડમાં ફરી લગાવાયુ લૉકડાઉન.

0
4

ન્યૂઝીલેંડમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા અલર્ટ લેવલ વધારાયું છે. પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડર્ને કહ્યુ કે, ન્યૂઝીલેન્ડમાં કમ્યૂનિટ સ્પ્રેડના નવા કેસની પુષ્ટિ થઈ છે. સૂત્રો અનુસાર જૈસિંડા અર્ડર્ને મીડિયાને કહ્યુ કે, ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઑકલેન્ડમાં કોરોના એલર્ટ લેવલ 1થી વધારીને 3 થઈ ગયુ છે. જયારે અન્ય સ્થળોએ એલર્ટ લેવલ 2 થઈ ગયુ છે. ઑકલેન્ડમાં કોરોનાના વધતા કેસોને જોતા ફરી લોકડાઉન લગાવાયુ છે.

 

આટલા દિવસો માટે કરાયુ લોકડાઉન

ન્યૂઝીલેન્ડ સ્વાસ્થ્ય બાબતોમાં મહાનિદેશક એશ્લે બ્લૂમફીલ્ડે કહ્યુ કે, કમ્યૂનિટી સ્પ્રેડના લક્ષણ અસામાન્ય છે. અને સંક્રમણનો સ્ત્રોત અજ્ઞાત છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડર્ને લોકોને પણ અપીલ કરી છે કે, તે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઘર પર જ રહે. ઑકલેન્ડમાં રવિવારે સવારે 6 વાગ્યાથી 7 દિવસ માટે ત્રીજા સ્તરનું લોકડાઉન લાગૂ રહેશે. ત્રીજા સ્તરના લોકડાઉનમાં તમામ પ્રકારના આયોજન પર પ્રતિબંધ લગાવાયો છે. કડક પાબંધી રહેશે. દેશના બાકી ભાગોમાં બીજા સ્તરનું લૉકડાઉન છે જેમાં દર્શકો વગર જ રમતોનું આયોજન થઈ શકે છે.

બે વાર કોરોના ફ્રી થઈ ચૂકયો છે દેશ

જણાવી દઈએ કે, ન્યૂઝીલેંડમાં બે વાર કોરોના વાયરસના ખતમ થવાની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ, કોરોના વાયરસના વધતા કેસોને જોતા એકવાર ફરીથી ઑકલેન્ડમાં લોકડાઉન લગાવુ પડયુ હતું. શનિવાર સુઘી વિશ્વમાં કોરોના સંક્રમિતો ની સંખ્યા 11.40 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. જયારે મૃતકોની સંખ્યા 25.31 લાખથી વધારે થઈ ગઈ છે. બીજીવાર વઘતા કોરોના સંક્રમણે તમામ દેશોની ચિંતા વધારી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here