અમદાવાદ: ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યમાં રોગચાળાનું પ્રમાણ વધી ગયું છે. જેને લઈને અમદાવાદમાં અચાનક જ ઝાડા ઊલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે. શહેરમાં આજે ઝાડા ઊલટીના 775 કેસ, જ્યારે ટાઈફોઈડના 259 કેસ નોંધાયા છે. આથી, અમદાવાદ આરોગ્ય તંત્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ સાથે કમળાના 112 કેસ, કોલેરાના 8 કેસ, સાદા મેલેરિયાના 14 કેસ, ઝેરી મેલેરિયાનો 1 કેસ, ડેન્ગ્યુના 29 અને ચિકનગુનિયાનો 1 કેસ જોવા મળ્યો છે.અમદાવાદમાં 1 અઠવાડિયામાં સ્વાઈન ફ્લુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
એક સપ્તાહમાં 60થી વધારો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર માર્ચ અને એપ્રિલમાં અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂનો કહેર સામે આવ્યો છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળો વધતાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. AMC એ સુચના આપી છે કે , UHC અને PHC ખાતે ગરમીના કારણે આવતા દર્દીઓ અંગે સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.