Tuesday, December 7, 2021
Homeપાકિસ્તાન : યુરોપની સેફટી એજન્સીએ 32 દેશોને પાકિસ્તાનના પાયલટ્સ પર પ્રતિબંધ લગાવવા...
Array

પાકિસ્તાન : યુરોપની સેફટી એજન્સીએ 32 દેશોને પાકિસ્તાનના પાયલટ્સ પર પ્રતિબંધ લગાવવા કહ્યું, ઈમરાન સરકારે 34 પાયલટ્સને સસ્પેન્ડ કર્યા

બ્રેસેલ્સ/ઈસ્લામાબાદ. યુરોપીયન યુનિયન સેફ્ટી એજન્સીએ તેના 32 સભ્યો દેશોને કહ્યું છે કે તેઓ તાત્કાલિક પાકિસ્તાનના પાયલટ પર પ્રતિબંધ લગાવે. સેફટી એજન્સીએ આ દેશોને એક લેટર લખીને જણાવ્યું છે કે પાકિસ્તાનમાં પાયલટોન લાઈસન્સ સાથે જોડાયેલું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આપણે કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવું જોઈએ. બીજી તરફ પાકિસ્તાનની એવિશન મિનિસ્ટ્રીએ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના 34 પાયલટ્સને સસ્પેન્ડ કર્યા છે. તેમાં બે મહિલા પાયલટ્સ પણ સામેલ છે.

સેફ્ટી એજન્સીએ શું કહ્યું ?
ઈએએસએ સભ્ય દેશોને લખેલા પત્રમાં કહ્યું તમને એ વાતની માહિતી મળી ચુકી છે કે પાકિસ્તાની પાયલટ્સ પૈકીના 40 ટકા પાસે નકલી લાઈસન્સ છે. આ લાઈસન્સ પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટીએ જ ઈસ્યુ કર્યા હતા. આપણા માટે આ ચિંતાનો વિષય છે. આ કારણે જે પાયલટ્સની પાસે પાકિસ્તનમાંથી ઈસ્યુ થયેલું લાઈસન્સ છે, તેમની પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે. જો તમારા ત્યાં પાકિસ્તાની પાયલટ છે તો તેની માહિતી અમને આપો.

34 પાયલટ્સની નોકરી ગઈ
પાકિસ્તાને 34 પાયલટોના લાઈસન્સની તપાસ પુરી કર્યા બાદ તેમને સસ્પેન્ડ કર્યા છે. આ તમામના લાઈસન્સ નકલી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, નોકરીમાંથી હટાવવામાં આવેલા પાયલટ્સમાં બે મહિલા પાયલટ્સ પણ સામેલ છે. એવિએશન મિનિસ્ટ્રીએ કહ્યું- આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ આપણી છાપ ખતરામાં છે.

6 દેશો પહેલા જ લગાવી ચુક્યા છે પ્રતિબંધ
કુવેત, ઈરાન, જોર્ડન, યુએઈ જેવા દેશ પહેલા જ પીઆઈએ અને પાકિસ્તાની પાયલટ્સ પર પ્રતિબંધ પર લગાવી ચૂક્યા છે. પછીથી વિયતનામ અને બ્રિટને પણ આ નિર્ણય લીધો છે. હવે આ લિસ્ટમાં મલેશિયા પણ સામેલ થઈ ગયું છે.

કઈ રીતે પ્રકાશમાં આવ્યું કૌભાંડ
22 મેના રોજ કરાચીમાં પીઆઈએનું પ્લેન ક્રેશ થયું. 25 જૂને તેનો તપાસ રિપોર્ટ સંસદમાં રજૂ થયો. એવિએશન મિનિસ્ટરે કહ્યું- અકસ્માત પાયલટની ભૂલથી થયો છે. તેઓ કોરનાની ચર્ચા કરી રહ્યાં હતા. પીઆઈએમાં 860 પાયલટ્સ છે. 262 પાયલટ્સના લાઈસન્સ નકલી હોવાનો શંક છે. આ કારણે તેમના ઉડાન ભરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments