દિયોદર ના રવેલ ગામે વનમહોત્સવ 2019 અંતગૅત કાર્યક્રમ યોજાયો

0
196
દિયોદર તાલુકા  ના રવેલ  ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ 70 માં તાલુકા સ્તરીય વન મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો જેમાં નાની બાલિકા દ્વારા સ્વાગત ગીત રજુ  કરી મહેમાનો ને આવકારેલ જેમાં દિયોદર ફોરેસ્ટ  વિભાગ દ્વારા મહેમાનો ને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.
આ 70 માં 2019 તાલુકા સ્તરીય વન મહોત્સવ કાર્યક્રમ માં રવેલ આરોગય વિભાગ કેન્દ્ર ખાતે ખુલ્લી જગ્યા ઉપર અંદાજિત 300 થી વધુ વૃક્ષ નું વાવેતર કરી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવેલ જેમાં ઉપસ્થથીત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષ નું જતન કરવા આહવાન કરેલ આ પ્રસંગે દિયોદર ના પૂર્વ રાજ્ય મંત્રી  કેશાજી ચૌહાણ ,ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા ,દિયોદર મામલતદાર પી એસ પંચાલ,તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા ,તાલુકા હેલ્થ ઓફિસર ડો બ્રિજેશ વ્યાસ ,રવેલ પ્રા આ કેન્દ્ર ઓફિસર ડો અમિત કે મેવાડા ,રાઉન્ડ ફોરેસ્ટ વિસ્તરણ અધિકારી બી એચ ગટારા,રેન્જ ફોરેસ્ટ અધિકારી જી એસ ચેલાણી,જિલ્લા પંચાયત સદસ્ય હસમુખભાઈ  પટેલ,રવેલ સરપંચ ચેલાજી ઠાકોર,તાલુકા પંચાયત ડેલિકેટ ધનાભાઇ ઠક્કર,વગેરે આ કાર્યક્રમ હાજર રહેલ અને કાર્યક્રમ ને સફળ બનાવેલ
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here