રાજકોટ : યુવતીની સગાઈ થઈ જતા પૂર્વ પ્રેમી રોષે ભરાયો, રેસ્ટોરન્ટની પાછળના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ

0
23

રાજકોટના કાલાવડ રોડ પર ભીમનગરમાં રહેતા મુકેશ કાંતિભાઈ મકવાણા નામના શખ્સ વિરૂદ્ધ યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે IPC 376, 323, 506 (2), 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતીની સગાઈ થઈ જતા પૂર્વ પ્રેમી મુકેશ રોષે ભરાયો હતો અને રેસ્ટોરન્ટની પાછળના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચરી ધમકી આપી હતી.

યુવતીની સગાઈ થઈ જતા મુકેશ સાથે પ્રેમસંબંધ પુરો કરી દીધો હતો
યુવતીને અગાઉ આરોપી મુકેશ સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ હવે યુવતીની સગાઈ થઈ જતા યુવતીએ પ્રેમ પુરો કરી દીધો હતો. આથી મુકેશને આ વાત ન ગમતા તે રોષે ભરાયો હતો અને 17 સપ્ટેમ્બરના રોજ સવારે યુવતીને આંતરી પોતાની સાથે સંબંધ નહીં રાખે તો પોતે ઝેરી દવા પી મરી જશે તેવી ધમકી આપી હતી. બાદમાં મુકેશ યુવતીને કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળના રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી લીધો હતો.

દુષ્કર્મ આચરી મુકેશે યુવતીને ધમકી આપી
યુવતી સાથે દુષ્કર્મ આચરી મુકેશે કોઈને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તેમજ પરિવારને પણ પતાવી દેવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં આરોપ મૂક્યો છે. આ અંગે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના PI એસ.આર. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here