Wednesday, January 19, 2022
Homeગુજરાતદક્ષિણ ગુજરાતના હયાત કોસ્ટલ હાઇ-વેને 2,440 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરાશે

દક્ષિણ ગુજરાતના હયાત કોસ્ટલ હાઇ-વેને 2,440 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરાશે

રાજ્યમાં નવા પુલો અને રસ્તાઓના આવતા વર્ષના બજેટમાં લેવાનારા કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે, જે સંદર્ભે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં વિસ્તૃત બ્રિફિંગ થયું હતું. દક્ષિણ ગુજરાતમાં ઉમરગામથી માડીને કચ્છના નારાયણ સરોવર સુધીના હયાત કોસ્ટલ હાઇ-વેની પહોળાઈ 10 મીટર વધારાશે અને 135 કિલોમીટરનો રસ્તો બનશે અને આ અપગ્રેડેશન પાછળ અંદાજે રૂ. 2,440 કરોડનો ખર્ચ થશે.

ડાંગના શબરીધામને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જોડી નવો 218 કિલોમીટરનો ટૂરિસ્ટ કોરિડોર ઊભો કરાશે, જેની પાછળ રૂ. 1,670 કરોડ ખર્ચાશે. ભરૂચના બ્રિજ ઉપરનો ટ્રાફિક હળવો કરવા મોટી કોરલ-નારેશ્વર નજીક રૂ. 300 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવાશે. તદુપરાંત નેશનલ હાઇવે નંબર-8 ઉપર વડોદરા-સુરત વચ્ચે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ભારત સરકારે ઉભેણ ખાતે રૂ. 27 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ હાથ ઉપર લીધું છે.

કેબિનેટ બેઠકમાં નવી 1 હજાર એસટી બસો ખરીદવા અંગે ચર્ચા થઈ હતી. જોકે 2021-22ના ચાલુ વર્ષના બજેટમાં ફાળવાયેલા નાણાંથી એક હજાર બસો હજી રસ્તા ઉપર આવતાં એક વર્ષ લાગે તેમ છે. છતાં ટ્રાન્સપોર્ટ મંત્રી પૂર્ણેશ મોદી કહે છે કે, ચાલુ વર્ષે વધુ 1 હજાર નવી એસટી બસો ખરીદવાનો નિર્ણય લેવાયો છે, જે બસો પહેલી એપ્રિલ-2022 સુધીમાં રસ્તા ઉપર મુકાઈ જશે. વાસ્તવમાં 2021-22ના બજેટની એક હજાર બસો આવતા 2022 નીકળી જશે અને મંત્રી જે નવી વધારાની બસોની વાત કરે છે તે 2022-23ના બજેટમાં ફાળવાશે, જેમાં હજી ટેન્ડરિંગ પણ થયું નથી. આ જે નવી વધારાની 1 હજાર બસો ખરીદાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular