દ. આફ્રિકામાં ક્રિકેટનું એક્સપેરિમેન્ટલ ફોર્મેટ : સોલિડેરિટી કપ આજથી; ત્રણ ટીમો 36 ઓવરની એક મેચ રમશે, બંને હાફમાં સૌથી વધુ રન કરનાર ટીમ વિજેતા બનશે

0
0

એક્સપેરિમેન્ટલ ટૂર્નામેન્ટ સોલિડેરિટી કપથી ક્રિકેટની રમત પરત ફરી રહી છે. આજે આ મુકાબલો 3TC ફોર્મેટ (3 ટીમ એક મેચમાં રમશે)માં થશે. આમાં દક્ષિણ આફ્રિકાના 24 પોપ્યુલર ખેલાડીઓ ભાગ લેશે.

8-8 ખેલાડીઓની ત્રણ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમોનું નામ ઈગલ્સ, કાઇટ્સ અને કિંગફિશર છે. ઈગલ્સનો કેપ્ટન એબી ડિવિલિયર્સ, કાઇટ્સનો હેનરિક ક્લાસેન અને કિંગફિશરનો કવિન્ટન ડી કોક છે.

સોલિડેરિટી કપના નિયમ

 • 8-8 ખેલાડીઓની ત્રણ ટીમો વચ્ચે 36 ઓવરની એક મેચ રમાશે. મેચમાં 18-18 ઓવરના બે હાફ હશે.
 • કોણ પહેલા બોલિંગ-બેટિંગ કરશે તે માટે ડ્રો કાઢવામાં આવશે. પહેલા હાફમાં ડગઆઉટમાં બેસનાર ટીમનો નિર્ણય પણ આ રીતે કરવામાં આવશે.
 • સેકન્ડ હાફમાં એ ટીમ પહેલા બેટિંગ કરશે, જેણે ફર્સ્ટ હાફમાં સૌથી વધારે રન કર્યા હોય.
 • ટાઈ પડે તો જે ટીમે પહેલા હાફમાં બેટિંગ કરી હતી, તે બોલિંગ કરશે.
 • બોલિંગ કરનાર દરેક ટીમ વિરોધી સામે અલગ-અલગ નવા બોલથી જ 12 ઓવર બોલિંગ કરશે. એક બોલર વધુમાં વધુ 3 ઓવર બોલિંગ કરી શકશે.
 • સાત વિકેટ પડ્યા પછી આઠમો બેટ્સમેન એકલો બેટિંગ કરશે. તે માત્ર ઇવન નંબર(2,4,6)માં જ રન બનાવી શકશે.
 • બંને હાફમાં સૌથી વધુ રન કરનાર ટીમ વિજેતા બનશે. તેને ગોલ્ડ આપવામાં આવશે, બીજા નંબરે રહેનાર ટીમને સિલ્વર અને ત્રીજા ક્રમે રહેનાર ટીમને બ્રોન્ઝ આપવામાં આવશે.
 • ગોલ્ડ માટે મેચ ટાઈ થાય તો સુપર ઓવરથી વિનર નક્કી થશે. જોકે, સિલ્વર માટે ટાઈ થાય તો બંને ટીમ એવોર્ડ શેર કરશે.

ત્રણેય ટીમ

 • ઈગલ્સ: એબી ડી વિલિયર્સ (કેપ્ટન), એડેન માર્કરામ, લુંગી ગિડી, એંડિલ ફેલુકવેયો, રેસી વેન ડી ડ્યુસેન, જુનિયર ડાલા, કાઇલે વર્નોન, બર્ર્ન ફોર્ચ્યુન.
 • કિંગફિશર: રેઝા હેન્ડ્રિક્સ (કેપ્ટન), હેનરીક ક્લાસેન, ફાફ ડુ પ્લેસિસ, થેન્ડો એન્ટિની, તબરેઝ શમ્સી, જાનેમન મલાન, ગ્લેન્ટન સ્ટીવર્મન, ગેરાલ્ડ કોએટજી.
 • કાઇટ્સ: ક્વિન્ટન ડી કોક (કેપ્ટન), ડેવિડ મિલર, ટેમ્બા બાવુમા, એનરિક નોર્ટ્જે, ડ્વેન પ્રેટોરિયસ, બ્યુરાન હેન્ડ્રિક્સ, જેજે સ્મટ્સ, લુથો સિપામાલા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here