ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી : અમેરિકામાં શક્તિના ચહેરા: મહત્ત્વપૂર્ણ અને શક્તિશાળી હોદ્દા પરના 922 લોકોમાંથી 80% શ્વેત, 20% અશ્વેત-એશિયન

0
0

અમેરિકા એક શક્તિશાળી દેશ છે. અહીં શ્વેત, અશ્વેત સહિત ઘણા દેશોના લોકો રહે છે પણ છેલ્લા કેટલાક સમયથી અહીં અશ્વેતો તથા એશિયનોએ વંશીય હુમલા તથા રંગભેદી ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે. કેટલાક અશ્વેતોની હત્યા પણ થઇ ચૂકી છે. ચૂંટણીના માહોલમાં આ મુદ્દો ખૂલીને સામે આવ્યો છે.

આ અંગે ન્યુયોર્ક ટાઇમ્સે એક સરવે કર્યો, જેનાથી માલૂમ પડ્યું કે દેશના સૌથી મહત્ત્વપૂર્ણ અને શક્તિશાળી હોદ્દા પર 922 લોકો તહેનાત છે, જેમાંથી 180 અશ્વેત, હિસ્પેનિક કે એશિયન મૂળના છે. મતલબ કે આવા હોદ્દા પરના 80% લોકો શ્વેત અને માત્ર 20% અશ્વેત છે. આમાં તે લોકો સામેલ છે કે જેઓ અમેરિકામાં કાયદા પસાર કરે છે, હૉલિવૂડ સ્ટુડિયો ચલાવે છે, સૌથી પ્રતિષ્ઠિત યુનિ.ઓનું નેતૃત્ત્વ કરે છે. ઘણા લોકો પ્રો સ્પોર્ટ્સ ટીમોના માલિક છે. ઘણા મોટી કંપનીઓના માલિક છે. કેટલાકના હાથમાં અર્થતંત્ર સાથે જોડાયેલા મુદ્દાઓનું સુકાન છે.

પોલીસદળ: 25 લોકોમાંથી 14 અશ્વેત, માત્ર એક અશ્વેત સૈન્યના મુખ્ય પદ પર

પોલીસદળના મહત્ત્વના હોદ્દા પર 25 લોકો તહેનાત છે, જેમાંથી 14 અશ્વેત છે. તદુપરાંત, 8 પુરુષ સૈન્યનાં મુખ્ય પદ સંભાળે છે, જેમાંથી માત્ર એક અશ્વેત છે. પોલીસદળ અને સૈન્યના મહત્ત્વના હોદ્દા પર શ્વેતોને રાખવાની પ્રક્રિયા સામે કાયમ સવાલ ઊઠતા રહે છે.

સરકાર, અર્થતંત્ર: ટ્રમ્પ સરકારમાં 24 લોકો તહેનાત, માત્ર 3 અશ્વેત

ટ્રમ્પ સરકારનું સુકાન 24 લોકો સંભાળે છે. તેમાંથી માત્ર 3 અશ્વેત કે એશિયન મૂળના છે. આ લોકો સરકાર અને અર્થતંત્ર સંબંધી નિર્ણયો લે છે. અમેરિકી ન્યાય વ્યવસ્થામાં પણ આ જ સ્થિતિ છે. સુપ્રીમકોર્ટના 9 જજમાંથી માત્ર 2 અશ્વેત છે.

સ્પોર્ટ્સ: 99 લોકો બેઝબોલ, બાસ્કેબોલ, ફૂટબોલ ટીમના માલિક, અશ્વેત માત્ર 6

99 લોકો બેઝબોલ, બાસ્કેટ બોલ કે ફૂટબોલ ટીમના માલિક છે. તેમાંથી 6 એશિયન કે અશ્વેત આ ટીમોના માલિક છે. દેશની 3 સૌથી મોટી સ્પોર્ટ્સ લીગના માલિક પણ શ્વેત છે. મોટા ભાગના ખેલાડી એનએફએલ તથા એનબીએ માટે રમે છે.

સેનેટ: 100 લોકો સેનેટમાં કાયદા લખે છે, તેમાંથી 9 એશિયન, હિસ્પેનિક

અમેરિકી સેનેટમાં 100 લોકો કાયદા લખે છે. તેમાંથી 9 લોકો એશિયન, અશ્વેત કે હિસ્પેનિક છે. અમેરિકી સેનેટના ઇતિહાસમાં 29 સેનેટર અશ્વેત રહ્યા છે. પહેલી વાર ટિમ સ્કોટ દક્ષિણના રાજ્યના સેનેટર બન્યા હતા. તેઓ આફ્રિકન-અમેરિકી મૂળના પ્રથમ નાગરિક હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here