પ્રાંતિજ ના બ્રહ્માણી માતાના ચોકમાં પલ્લી મેળો ભરાયો.

0
59

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી પલ્લી નો મેળો ભરાય છે જેમાં તા.૭|૧૦|૨૦૧૯ ને સોમવાર  ના રોજ પ્રાંતિજ ના બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલા પલ્લી ના મેળામાં માઇ ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં પલ્લી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને  જયઅંબે…ના ધોષથી સમ્રગ પ્રાંતિજ ગુંજી ઉઠયું હતું.

 

ગુજરાત માં બે સ્થળોએ પલ્લી મેળો ભરાય છે ગાંધીનગર ના રૂપાલ અને સાબરકાંઠાના પ્રાંતિજ .

પાંડવો ના સમયથી ચાલી આવતી પ્રથા આજે પણ યંત્ર યુગમાં યથાવત છે.

હજારોમન ધી નો અભિષેક કરવામાં આવ્યો.

બ્રાહ્મણી મંડળ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવીહતી.મંદિર તરફથી કોઇ પણ જાતની માઇ ભકતોને કષ્ટ ના પડે તેની ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી હતી ભકતો દ્રારા પલ્લી માં માંગેલ બાધાપૂર્ણ કરવા માટે ધી ચડાવવા માટે મંદિર ના ચોકમાં મુકેલ પીપ અને તપેલા પણ નાના પડયા હતાં અને ધીનો વરસાદ વરસ્યો હતો પટેલ વાસ ના યુવાનો દ્રારા પલ્લી બનાવવામાં આવી હતી તો પલ્લી પ્રગટાવવામાં આવી હતી.

પાલખી સ્વરૂપે તેને બ્રહ્માણી ચોકમાં ધુમાવવામાં આવેલી અને આતબાજીની ફુલો નો વરસાદ  સાથે આખું વાતાવરણ ‘જય અંબે ‘ના નાદ સાથે ગાજી ઉઠેલું પલ્લી ના દર્શન માટે આવેલ મહેરામણમાં સીતેર હજાર કરતાં પણ દર્શનનાર્થીઓ ઉમટી પડયા હતાં પ્રાંતિજ પી.આઇ કે.એસ.બ્રહ્મભટ્ટ  દ્રારા કોઇ અવનવી ધટના ન બને તે માટે પુરે-પુરી  દેખરેખ રાખવામાં આવી હતી અને આરોગ્ય તંત્રની ટીમ પણ રાત્રીના સમયે હાજર હતી શુધ્ધ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી .નગરપાલિકા ના પ્રમુખ ગીતાબેન પટેલ  દ્રારા પણ નગરપાલિકા ની એમ્બ્યુલન્સ તથા લાઇબંબાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પલ્લી ના મેળાનો લાંભ લેવા આજુબાજુના ગામડાં તથા દુર-દુર થી ભાવિકો ઊમટી પડયા હતાં.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here