જૂનાગઢ : ઘણા સમયથી મેળાની ચાલતી ચર્ચાનો અંત : આવતીકાલે સાધુ-સંતો દ્વારા ધ્વજારોહણ કરી મેળાનો થશે પ્રારંભ.

0
4

કોરોનાની મહામારી વચ્ચે ઘણા સમયથી મેળાની ચાલતી ચર્ચાનો અંત આવ્યો છે. જૂનાગઢમાં શિવરાત્રિનાં મેળા ને લઇ અખાડાના મહંતો અને અધિકારીઓ વચ્ચે આખરી બેઠક યોજાઈ હતી. આવતીકાલે સાધુ-સંતો દ્વારા ધ્વજારોહણ  કરી મેળાનો પ્રારંભ થશે.

 

મહાશિવરાત્રીના મેળા ને લઇ અધિકારીઓને સાધુ-સંતો વચ્ચે અનેક બેઠકો થઇ હતી પરંતુ મેળો ચાલુ રાખવા  સાધુ-સંતો વચ્ચે વિવાદ થયો હતો પરંતુ આજે ભવનાથ મંદિર ખાતે ગિરનાર ક્ષેત્ર પીઠાધીશ્વર  જયશ્રી કાનંદ માતાજી એ મહામન્ડલેશ્વર ભારતીબાપુનું  સ્વાગત કરી ભવનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી ઘણા સમય થી મેળો થવાની ચર્ચા-વિચારણા વચ્ચે અને કોરોનાની મહામારી વચ્ચે ઘણા સમયથી મેળાની ચાલતી ચર્ચાનો અંત આવ્યો છે શિવરાત્રિના મેળાને લઈને વહીવટી તંત્ર અને સાધુ સંતો સાથે મહત્વની બેઠક યોજાઇ હતી ત્યારે આ બેઠકમાં મહામંડલેશ્વર ભારતી બાપુ, ગિરનાર ક્ષેત્ર પીઠાધીશ્વર જય શ્રીકાનંદ મહારાજ, અધિક કલેકટર અંકિત પન્નૂ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા  ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here