અમદાવાદ : સોલાબ્રિજ પાસે અસલી પોલીસના હાથમાંથી નકલી PSI ફરાર થઈ ગયો

0
0

અમદાવાદ: શહેરના સોલાબ્રિજ નીચે રેલવે લાઈન નજીક સોલા પોલીસ સ્ટેશનની SHE ટીમના હાથમાંથી નકલી PSI ફરાર થઈ ગયો છે. પેટ્રોલિંગ દરમિયાન પિસ્તોલ લગાવેલા અને PSIની ઓળખ આપનાર શંકાસ્પદ યુવક પાસે આઈકાર્ડ માંગતા પોલીસના હાથમાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે એરગન અને એક્સેસ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

સી ટીમને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ દેખાયો
સોલા પોલીસ સ્ટેશનમાં SHE ટીમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલ્પાબેન અને અન્ય બે પોલીસકર્મી બુધવારે સાંજે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાનમાં સોલાબ્રિજ નીચે હેબતપુર જવાના રોડ પર એક્સેસ ગાડી લઈ કમરમાં પિસ્તોલ ભરાવેલો એક શખ્સ ઊભો હતો.

પોલીસે શોધખોળ આદરી
શંકાસ્પદ લાગતાં ત્રણેય પોલીસકર્મીઓ તેની પાસે જઇ પૂછપરછ કરતા PSI તરીકે તેની ઓળખ આપી હતી. આઈકાર્ડ માંગતા હાલમાં નથી તેમ કહ્યું હતું. પોલીસ સ્ટેશન આવવાનું કહેતાં તે એક્સેસ લઈ ભાગવા ગયો હતો. ઝપાઝપી કરી નાસી ગયો હતો. જો કે કમરમાં ભરાવેલી એરગન હાથમાં આવી ગઈ હતી અને તે નાસી ગયો હતો. સોલા પોલીસે એક્સેસ નંબરના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here