વડોદરા – સર્જરી દરમિયાન નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીને કારણે સાયન્ટિસ્ટ યુવતી કોમામાં સરી પડી હોવાનો પરિવારનો આક્ષેપ

0
6
  • કોમામાં જતી રહેલી યુવતી સાયન્ટિસ્ટ છે અને ભોપાલમાં માખી ઉપર રિસર્ચ કરી રહી છે
  • તબીબોની નિષ્કાળજીથી યુવતીનો જીવ જોખમમાં મુકાયો હોવાના આક્ષેપ સાથે પરિવારજનોનો હોબાળો
  • હોસ્પિટલના ડોકટરે કહ્યું કે, તબીબોની નિષ્કાળજીની વાત ખોટી છે

સીએન 24,ગુજરાત

વડોદરાવડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલી નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીના કારણે સર્જરી માટે દાખલ થયેલી સાયન્ટિસ્ટ યુવતીનો જીવ જોખમમાં મુકાયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. તબીબોની નિષ્કાળજીના કારણે સાયન્ટિસ્ટ યુવતી કોમામાં સરી પડી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. યુવતીને હાલ રિંગ રોડ પર આવેલી હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
ભોપાલથી આવેલી યુવતીને ગુમડુ થયુ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરી હતી 
વડોદરાના આજવા રોડ ઉપર સી-19, સાહસ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રદિપસિંહ રાવત, મારા પાડોશી છે. તેઓ એમ.આર. તરીકે કામ કરે છે. ભોપાલમાં માખી ઉપર રિસર્ચ કરી રહેલી તેમની દીકરી આકાંક્ષા શાહ લોકડાઉનના કારણે વડોદરા આવી હતી. તેને બેક સાઇડમાં ગુમડું થયું હતું. જેથી તેના પિતા તેને બે દિવસ પૂર્વે વારસીયા રિંગ રોડ ઉપર આવેલી ઓર્થોપેડિક નિસર્ગ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ડો. શ્વેતા શાહે પ્રાથમિક તપાસ કરીને યુવતીના પિતાને જણાવ્યું હતું કે, ગુમડામાં પશ થઇ ગયું છે. નાની સર્જરી કરીને પશ કાઢવું પડશે. પિતાએ સર્જરી કરવાની મંજૂરી આપવા સાથે જણાવ્યું કે, દીકરીને બેભાન કર્યાં વિના સર્જરી કરવા સૂચન કર્યું હતું. પરંતુ, ડોક્ટરે કહ્યું કે, બેભાન કર્યાં વિના સર્જરી શક્ય નથી.
એનેસ્થેસીયા આપતાની સાથે જ યુવતીના ધબકારા વધી જતાં તેને હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાઇ
દરમિયાન, આકાંક્ષાને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા હતા. અને ઓપરેશન પૂર્વે તેને એનેસ્થેસીયા આપીને ઓપરેશન કરવાની તૈયારી કરી હતી. પરંતુ, એનેસ્થેસીયા આપતાની સાથે જ આકાંક્ષાના ધબકારા વધી જતાં અને શ્વાચ્છોસ્વાસમાં તકલીફ થતાં તુરંત જ તેણે નજીકમાં આવેલી બેંકર્સ હાર્ટ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં હાલ તે દાખલ છે. અને તે કોમામાં જતી રહી છે. ડો. શ્વેતા શાહની નિષ્કાળજીના કારણે આકાંક્ષાની તબીયત ખરાબ થઇ છે. હાલ તેનો જીવ જોખમમાં છે. હોસ્પિટલ પાસે ડોક્ટરે કરેલી સારવાર માટે ફાઇલ માંગી હતી. પરંતુ, તેઓ આપવા તૈયાર નથી. અને બહાના બતાવી રહ્યા છે. આ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા વારસીયા પોલીસ દોડી આવી હતી. અને પોલીસે હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતી સાયન્ટિસ્ટ છે અને ભોપાલમાં માખી ઉપર રિસર્ચ કરી રહી છે
જગદીશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, આકાંક્ષા સાયન્ટિસ્ટ છે. અને ભોપાલમાં માખી ઉપર રિસર્ચ કરી રહી છે. લોકડાઉનના કારણે તે વડોદરા આવી હતી. તેને બેક સાઇડમાં ગુમડું થયું હતું. અગાઉ તેણે નિસર્ગ હોસ્પિટલમાં જ બે વખત સારવાર લીધી હતી. પરંતુ, ગુમડું વધી જતાં પુનઃ તેને તેના પિતા આ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોની નિષ્કાળજીના કારણે આકાંક્ષાનો જીવ જોખમમાં મુકાઇ ગયો છે. હાલ તેની હાલત ગંભીર છે. અને તે કોમામાં જતી રહી છે.
તબીબોની નિષ્કાળજીની વાત ખોટી છે: તબીબ
આ બનાવ અંગે નિસર્ગ હોસ્પિટલના ડો. શ્વેતા શાહે જણાવ્યું હતું કે. તબીબોની નિષ્કાળજીની વાત ખોટી છે, યુવતીનું ઓપરેશન બરાબર થયું હતું. યુવતીને અગાઉથી જ હાર્ટનો પ્રોબ્લેમ હોવાની શંકા છે જોકે તે અંગે તેના પરિવારે અમને કોઈ જાણ કરી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here