આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગઇકાલે એક દિવસની અમદાવાદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓએ યુવાનો અને આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાને અરવિંદ કેજરીવાલને જેમ રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તેમ તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલને તેના ઘરે જમવા આવવા માટે કહ્યું હતું પરંતુ તે પહેલાં અરવિંદ કેજરીવાલે તેમના ઘરે જમવા મટે આમંત્રણ આપ્યું હતું. તેથી આજે હર્ષ સોલંકી તેના પરિવાર સાથે પ્લેનમાં દિલ્હી પહોંચ્યો હતો. જ્યાં કેજરીવાલના ઘરે હર્ષ સોલંકી અને એમના પરિવારે ભોજન લીધું હતું. એ સમય રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
એરપોર્ટ પર તેમને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ આવકાર્યા હતા. આ દરમિયાન તેમની સાથે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ સાથે હતા. ત્યાર બાદ સોલંકી પરિવાર સાથે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. જ્યાં હર્ષ સોલંકીના સમગ્ર પરિવારનું સ્વાગત કર્યું હતું. કેજરીવાલનું સ્વાગત અને આત્મીયતા જોઈને હર્ષ સોલંકી ભાવુક થઈ ગયા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ (હર્ષ સોલંકી ) સફાઈ કર્મચારીને દિલ્હીમાં એમના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સવારે હર્ષ સોલંકી અને એમના પરિવારને ઘરેથી રિસિવ કરી અમદાવાદ એરપોર્ટ સુધી સાથે મૂકવા જશે. તારીખ 26-9-22ના રોજ હર્ષ સોલંકી એમના પરિવાર સાથે એમના ઘરે થી સવારે 6ઃ00 વાગ્યે નીકળી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ત્યાર બાદ દિલ્હી એરપોર્ટથી પંજાબ ભવન જવા નીકળ્યો હતો. ત્યાર બાદ સ્કૂલની વિઝીટ કરી હતી. આ સ્કૂલ વિઝિટ બાદ પરિવાર સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એમના પરિવાર સાથે ભોજન લીધું હતું. ભોજન બાદ મોહલ્લા ક્લિનિકની મુલાકાત લીધી હતી. હર્ષ સોલંકી દિલ્હી એરપોર્ટ પર થી સાંજે 8ઃ20 વાગ્યે પહોંચી સાંજે 9ઃ30 વાગે અમદાવાદ એરપોર્ટ પર પરત ફરશે.