જામનગર : બેરાજા ગામના પરિવારે 108 ગ્રામ સોનાનો હીરાજડીત હાર દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કર્યો.

0
7

દ્વારકાના જગત મંદિરમાં હજારોની સંખ્યાબંધ ભક્તો દર્શને આવતા હોય છે. અને શ્રીજીના ચરણોમાં શક્તિ મુજબ ભેટ ધરાવતા હોય છે. આજે કાર્તિક પુનમને દેવદિવાળીના પવિત્ર દિવસે બેરાજા ગામના ભક્ત કંકુબેન જાદવભાઈ અને મઘીબેન ભુરાભાઈ દ્વારા શ્રીજીને હીરા જડિત સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. જે સોનાનું અંદાજે વજન 108 ગ્રામ છે.

મહિલા મંડળ દ્વારા ચાંદીનો લોટો અર્પણ કરવામાં આવ્યો

દ્વારકાધીશજીને વિષ્ણુસહસ્ત્ર પાઠ કરતા મહિલા મંડળ, દ્વારકા દ્વારા શ્રીજીને ચાંદીનો એક લોટો અર્પણ કરવામાં આવ્યો હતો. જે ચાંદીનુ અંદાજે વજન 400 ગ્રામ જેટલું છે. ભાવિકોએ આજે દેવદિવાળીના દિવસે દ્વારકાધીશ મંદિરને સોના-ચાંદીની વસ્તુઓ ભેટ કરી ધન્યતા અનુભવી હતી. આજે દેવદિવાળી નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો આજે ઉમટી પડ્યા હતા.

25 દિવસ પહેલા કચ્છના પરિવારે સોનાનો હાર અર્પણ કર્યો હતો

દ્વારકાના જગતમંદિરમાં દેશ વિદેશથી ભગવાન કાળિયા ઠાકોરના ભક્તો પોતાની શ્રદ્ધા પૂર્ણ થતા ભગવાન દ્વારકાધીશને દાન સ્વરૂપે ભેટ અર્પણ કરતા હોય છે. આસ્થા સાથે ભેટ અને સોગાદ તેમના ચરણોમાં અર્પણ કરતા હોય છે. ત્યારે 25 દિવસ પહેલા કચ્છ જિલ્લાના માધાપર ગામના વતની પ્રજ્ઞાબેન નાનાલાલ ચૌહાણે શ્રીજીને અંદાજે 61.400 ગ્રામનો સોનાનો હાર અર્પણ કર્યો હતો. પરિવાર દ્વારા આ હાર અર્પણ કરી ખૂબ ખુશ થયો હતો.