અમદાવાદ : કોરોનાના કારણે મોતને ભટેલા હોમગાર્ડ્ઝ કર્મી ગોવિંદ ચાવડાના પરિવારને રૂ. 25 લાખનો સહાય ચેક આપ્યો

0
0

અમદાવાદ. કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામનાર હોમગાર્ડઝ કર્મચારીના આશ્રિતને રૂ. 25 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. હોમગાર્ડઝ અમદાવાદ શહેર (પશ્ચિમ)ના ડિવિઝન નં. 5ના પ્લાતૂન કમાન્ડર કમાન્ડર ગીરીશભાઈ ચાવડા કે જેઓનું  10 મેના રોજ કોરોના વાઈરસના સંક્રમણના કારણે અવસાન થયું હતું. તેમના વારસદાર  ઇલાબેન ગીરીશભાઈ ચાવડાને ગૃહ વિભાગના ઠરાવ મુજબ રૂ.25 લાખની સહાયનો ચેક ડાયરેક્ટર જનરલ નાગરિક સંરક્ષક અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય દ્વારા અર્પણ કરવામાં આવ્યો.

નોવેલ કોરોના વાઈરસ (COVID-19)ના સંક્રમણને કારણે ઉત્પન્ન થયેલા સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલી ફરજો દરમિયાન સંક્રમિત થયેલા કર્મચારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ. 25 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ ગૃહ વિભાગના ઠરાવ મુજબ થયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here