દ્વારકા જગતમંદિરે ભગવાન દ્વારકાધીશને કચ્છના પરિવારે સોનાનો હાર અર્પણ કર્યો

0
13

  • માધાપર ગામના વતની દ્વારા શ્રીજીને 61.400 ગ્રામના સોનાના હારનું દાન

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં કાળિયા ઠાકોરને દેશ વિદેશથી આવતા ભક્ત પરિવાર દ્વારા રોકડ અને સોના ચાંદીનું દાન અર્પણ કરવામાં આવતું હોય છે. ભક્તોની મનોકામના પૂર્ણ થતા યથાક્તિ મુજબ દાન અર્પણ કરતા હોય છે. ત્યારે એક કચ્છના પરિવારે દ્વારકાધીશને સોનાનો હાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

દ્વારકાના જગતમંદિરમાં દેશ વિદેશથી ભગવાન કાળિયા ઠાકોરના ભક્તો પોતાની શ્રદ્ધા પૂર્ણ થતા ભગવાન દ્વારકાધીશને દાન સ્વરૂપે ભેટ અર્પણ કરતા હોય છે. આસ્થા સાથે ભેટ અને સોગાદ તેમના ચરણોમાં અર્પણ કરતા હોય છે. ત્યારે કચ્છ જિલ્લાના માધાપર ગામના વતની પ્રજ્ઞાબેન નાનાલાલ ચૌહાણ, રહેવાસી છે શ્રીજીને અંદાજે 61.400 ગ્રામનો સોનાનો હાર અર્પણ કરવામાં આવેલ છે. પરિવાર દ્વારા આ હાર અર્પણ કરી ખૂબ ખુશ થયો હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here