ઉન્નાવ કેસઃ પીડિતાના અંતિમ સંસ્કાર કરવાનો પરિજનોનો ઇનકાર, કરી આ માંગ

0
13

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં થયેલા દુષ્કર્મ કેસમાં હજુ પણ રાજકીય આગ સળગી રહી છે. શુક્રવારે પીડિતાનું મૃત્યુ થયું હતું અને શનિવારે આશરે 9.00 વાગ્યે પીડિતાનો મૃતદેહ તેમના ગામમાં પહોંચ્યો હતો. મોડી રાત સુધી પીડિતાની બહેન ઘરે ન પહોંચી હોવાથી અંતિમ સંસ્કારમાં વિલંબ થયો હતો. તેથી રવિવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. મોટી બહેન ઘરે આવી પહોંચતા પરિવારે જીદ પકડી હતી કે, જ્યાં સુધી મુખ્યમંત્રી આદિત્યનાથ અહીં નહીં આવે ત્યાં સુધી મૃતદેહની દફનવિધિ નહીં કરવામાં આવે.

આ ઉપરાંત પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવા માટેની પણ માંગ કરી છે. પીડિતાની બેહેને એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ઉન્નાવથી લઈને લખનઉ સુધી ક્યાંય દીદીનો યોગ્ય ઈલાજ થઈ શક્યો જ નથી. તેમણે દાવો કર્યો કે, તેમની બહેન રીબાઈ રીબાઈને મૃત્યુ પામી છે. શનિવારે જ્યારે મૃતદેહ ગામમાં આવ્યો ત્યારે ઉચ્ચ અધિકારી દેવેન્દ્ર કુમારે પીડિતાના પિતા સાથે વાત કરીને રવિવારે અંતિમ સંસ્કાર કરવા કહ્યું હતું. રવિવારે સવારે જ્યારે અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે પરિવારજનોએ અંતિમ વિધી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ ઉપરાંત આરોપીઓને ફાંસી આપવાની પણ માંગ કરી હતી.

પીડિતાએ અંતિમ શ્વાસ લેતા કહ્યું હતું કે, ગનેગારો ઝડપાયા છે કે નહીં. તમામને સજા અપાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરિવારનો નિર્ણય બદલતા સ્થાનિક તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. કોઈ પણ રીતે લોકો તેમની મોટી બહેન અને પિતાને સમજાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક તંત્રએ પીડિતાની દફનવિધી કરવાની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. શુક્રવારે દિલ્હીના સફદરજંગની હોસ્પિટલમાં રાત્રીના 11.00 વાગ્યે પીડિતાનું મૃત્યુ થયું હતું. હાલમાં આ કેસના તમામ આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. હૈદરાબાદ પછી ઉન્નાવ કેસમાં પણ લોકનો રોષ હજુ શમ્યો નથી. શનિવારે સાંજે આ કેસને રાજકીય સ્પર્શ લાગ્ય હતો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષે દમદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here