સુરત : દસ દિવસ ક્વોરન્ટીન રહ્યા બાદ ફરજ પર હાજર થનાર એમ્બ્યુલન્સ ડ્રાઈવરને પરિવારે કહ્યું…..

0
10

સુરત. લોખાત હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા 45 વર્ષીય કાસીમ દસ દિવસ સુધી હોમ ક્વોરન્ટીનમાં રહ્યા બાદ ફરી ડયૂટી પર આવી ગયા છે. એક સાથી કર્મીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોમ ક્વોરન્ટીન કરાયા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં ડાયાલિસિસના સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ અને મેડિકલ સ્ટોર્સમાં કામ કરતાં કર્મીઓને ઘરેથી હોસ્પિટલ લેવા-મૂકવાની જવાબદારી નિભાવી રહ્યા છે.

હોસ્પિટલના સ્ટાફને મારી જરૂર છે

કાસીમ કહે છે કે, તેઓ કોરોન્ટાઇનથી બહાર આવ્યા બાદ ઘરે ગયા અને બીજા દિવસે ડયૂટી પર જઈ રહ્યા હતા. ત્યારે ઘરના સભ્યોએ આરામ કરવાનું કહ્યું તો કાસીમે કહ્યુ કે, દસ દિવસ આરામ કરીને તો આવ્યો છું, હાલ હોસ્પિટલના સ્ટાફને મારી જરૂર છે, કેમકે અનેક લોકો રિક્ષા વગેરેમાં હોસ્પિટલ આવે છે અને હાલ બધુ બંધ છે.

રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

કાસીમ કહે છે કે 10 એપ્રિલના રોજ તેઓ કોરોન્ટાઇન થયા હતા, આ અગાઉ હોસ્પિટલમાં સંતોષ નામના સ્ટાફનો પોઝિટિવ રિપોર્ટ આવતા તેને હોસ્ટિલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ તેની સાથેના વિનોદનો ટેસ્ટ કરાયો હતો. તેને સિવિલ લઇ જવાયો હતો, જો કે રાત્રે તેને સિવિલ સ્ટાફે ઘરે જવા કહ્યું હતુ, પરંતુ અચાનક જ મોડી રાત્રે તેને ફરી સિવિલ લઇ જવાયો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં તંત્રને માલુમ પડ્યું હતું કે, વિનોદને હું સિવિલ લઇ ગયો હતો એટલે મને પણ ક્વોરન્ટીન કરી દેવાયો હતો. મારો રિપોર્ટ આવે એ અગાઉ હું ગભરાયો જરૂર હતો. પરંતુ નેગેટિવ રિપોર્ટ આવતા હાશકારો થયો હતો.

ચાર દિવાલ જોયા કરતો

કાસીમ વરિયાવા કહે છે કે ક્વોરન્ટીનમાં સારી સુવિધા છે. ત્યાં સમય જ કાઢવાનો છે. હું તો ચાર દિવાલ જોયા કરતો હતો. શરૂઆતમાં એકલો હતો પછી બીજા એક ભાઇ આવ્યા હતા. હું જેવો ત્યાંથી નિકળીને ઘરે ગયો તો ઘરના લોકોએ કહ્યું કે હવે બે-ચાર દિવસ આરામ કરજો પછી જ નોકરીએ જજો, પરંતુ મે નક્કી કરી લીધું હતું કે, હોસ્ટિપલના સ્ટાફને કોઈ તકલીફ ન પડે એ માટે ડ્યૂટી પર જવું જરૂરી છે. કાસીમે કહ્યુ કે હું લોકોને એટલું જ કહેવા માંગીશ કે શંકા જાય તો ટેસ્ટ કરાવી લેવો જોઇએ અને સારવાર શરૂ કરાવી દેવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here