દિયોદર : પરિવાર ધાબા પર સૂવા ગયો અને  ઘરમાં 1.36 લાખની ચોરી…

0
0
ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલ છે અને હવે થોડી છૂટ આપવામાં આવી છે. ત્યારે મળતી છૂટ માં ચોરો પણ બહાર નીકળી ગયા છે.વાત કરીએ બનાસકાંઠાના દિયોદરમાં કોરોનાના ત્રાસ વચ્ચે ચોરીની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે ચોરોએ ઘરમાં ઘૂસીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.
મળતી માહીતી પ્રમાણે પરિવારના સભ્યો ધાબા ઉપર સૂતા હતા અને તેમના ઘરમાંથી જ ચોરી થઇ હતી. અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરતાં પરિવારના સભ્યોએ દિયોદર પોલીસને જાણ કરી છે. દિયોદર માં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં ગત રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ  સાથે ચોરાયેલા માલમાં સોના, ચાંદીના દાગીના, એક મોબાઇલ ફોન અને રોકડ રકમ 80, 000 લઇ પલાયન થઇ ગયા હતા. ઉનાળાના ગરમીના દિવસો હોવાથી પરિવરના સભ્યો ઠંડી હવા ખાવા ધાબા ઉપર સૂવા ગયા હતા. અને નીચે એમના  ઘરમાંથી ચોરી થઇ હતી.દિયોદર તાલુકામાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં આશરે રૂ 1,70, 000 ની ચોરી થઇ હોવાનું ચર્ચોઇ રહ્યુ હતું. જો કે, ફરિયાદ મુજબ 1,36,000 ચોરી થઇ છે. ચોરીનો બનાવ બનતાં પરિવાર પર આફત તુટી પડી હતી. આ સાથે પરિવારના સભ્યોએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ પણ કરી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી ઇસમોને  પકડવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here