રાજકોટ : પરિવાર લગ્નમાં ગયો અને બંધ મકાનમાં તસ્કરોએ 12 લાખની ચોરી કરી, ઘીના ડબા અને ઘઉં પણ લઇ ગયા

0
15

રાજકોટ: લગ્નગાળાની મોસમ ચાલી રહી છે ત્યારે શહેરમાં તસ્કરો સક્રિય બન્યા છે. શહેરના પેલેસ રોડ પર આવેલા જયરાજ પ્લોટ સોસાયટી વિસ્તારમાં રહેતા વેણુગોપાલ પરિવાર સાથે લગ્નમાં ગયા હતા અને પાછળથી બંધ મકાનનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. તસ્કરોએ દાગીના, રોકડ રકમ સહિત 12 લાખની ચોરી કરી હતી. તસ્કરોએ ઘીના ડબા અને ઘું પણ ચોરી લીધા હતા. આ અંગે પોલીસને જાણ થતા દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનનો પરિવાર સોની બજારમાં મજૂરી કામ કરે છે

વેણુગોપાલ શ્યામલાલે જણાવ્યું હતું કે, હું મૂળ નિવાસી જોધપુર રાજસ્થાનનો છું, 22 નવેમ્બરે અમે પરિવાર સાથે લગ્ન માટે નીકળ્યા હતા. ગઇકાલે રાત્રે આવ્યા હતા. મેઇલ ડેલાને તાળુ મારેલું હતું અને અંદર આવીને જોયું તો મેઇન દરવાજાનું તાળુ તૂટેલું પડ્યું જોયું હતું. પછી અંદર આવીને જોયું તો બધુ વેરવિખેર પડેલું જોયું હતું. ચોખા ઘીના ડબા અને ઘઉ પણ લઇ ગયા, લોકરમાં દાગીના પડ્યા હતા તે પણ લઇ ગયા હતા. પર્સમાં સેવિંગ રૂપિયા પણ લઇ ગયા છે. ટોટલ 11થી 12 લાખનો મુદ્દામાલ ચોરી થયો છે. હું મજૂરી કામ કરૂ છું સોની બજારમાંથી કામ લઇ આવું છું. રાત્રે જ પોલીસ બોલાવી લીધી હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here