Thursday, October 28, 2021
Home:જે પરિવારે પોતાના માટે બે બોરી રાશન બચાવ્યું હતું, તેને પણ એક...
Array

:જે પરિવારે પોતાના માટે બે બોરી રાશન બચાવ્યું હતું, તેને પણ એક બોરી આંદોલન માટે દાન કર્યુ

હરિયાણાના કરનાલ જિલ્લામાં રત્તક નામનું એક ગામ છે. લગભગ ત્રણ હજાર વસ્તી વાળા આ ગામમાં મોટાભાગના શીખ સમુદાયના લોકો રહે છે. ખેતીથી જ આ લોકોની આજીવિકા ચાલે છે. ગામના તમામ લોકો ખેડૂત આંદોલનમાં તેમની ભાગીદારી નિભાવી રહ્યાં છે. પંજાબ અને હરિયાણાના ઘણા અન્ય ગામોની જેમ જ રત્તક ગામનાં લોકો પણ આ દિવસોમાં દિલ્હીના સિંધુ બોર્ડર પહોંચી રહ્યાં છે. જે નથી જઈ શકતા, તે પણ અલગ અલગ રીતે આ આંદોલનમાં મદદ કરી રહ્યાં છે.

આ આખુય ગામ જે રીતે ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહ્યું છે, તેને જોઈને એ સવાલનો જવાબ પણ મળી જાય છે કે સિંધુ બોર્ડર પર ચાલી રહેલા લંગરોમાં સતત આટલું રાશન ક્યાંથી આવી રહ્યું છે? બિસલેરીની બોટલથી ભરેલી ટ્રેક્ટરની ટ્રોલ લઈને સિંધુ બોર્ડર પહોંચેલા રત્તક ગામના શરણજીત સિંહે જણાવ્યું કે, આ ટ્રોલીમાં 70 હજાર રૂપિયાનું પાણી છે અને લગભગ 20 હજાર રૂપિયાનો અન્ય સામાન છે. એક બીજી ટ્રોલી પણ આપણા ગામમાંથી જ આજે આવી છે. તેમાં લગભગ 60-70 હજાર રૂપિયાનું રાશન છે. આ બીજી વખત છે જ્યારે અમે લોકો ગામમાંથી રાશન લઈને આવ્યા છીએ. આ પહેલા 29 નવેમ્બરે અમે સામાન લાવ્યા હતા અને અહીં અલગ અલગ લંગરોમાં વહેંચી દીધો હતો. ગામના લોકોએ જણાવ્યું કે, પહેલા દિવસે આ આંદોલનમાં સામેલ થયા છીએ. જે લોકો પંજાબથી હરિયાણા આવ્યા છે, તે અમારા મહેમાન છે. તેમની સેવા કરવી અમારી ફરજ છે.

રત્તક ગામના લોકો શરૂઆતથી જ આ આંદોલનમાં જોડાયા છે. 26 નવેમ્બરે જ્યારે પંજાબથી હજારો ખેડૂતો દિલ્હી આવી રહ્યાં હતા, તો હરિયામાના ખેડૂતોએ જ ઠેર ઠેર લાગેલા બેરિકેડ્સ તોડવામાં તેમની મદદ કરી હતી. રત્તક ગામના લોકો પણ આમા જોડાયા હતા. ગામના અમૃત સિંહે જણાવ્યું કે, અમે લોકો પહેલા દિવસથી આ આંદોલનમાં સામેલ છીએ. પંજાબથી આવેલા ભાઈઓ સાથે બેરિકેડ્સ તોડવામાં અમે સૌથી આગળ હતા. આ ભાઈ અમારા હરિયાણામાં આવ્યા છે, તો અમારા મહેમાન છે.આંદોલનમાં ભાગ લેવાની સાથે જ આ ભાઈઓની સેવા કરવી અમારી ફર છે.

રત્તક ગામના પંજાબ સિંહે તેની જવાબદારી લીધી છે. તે તાત્કાલિક જ સિંધુ બોર્ડરથી પાછા તેમના ગામે ગયા અને તેમણે ગામના લોકો સાથે ભેગા થઈને ફાળો ભેગો કર્યો. તેઓ જણાવે છે કે, હજારો ખેડૂત ભાઈ જ્યારે રસ્તા પર રહેવા મજબૂર થયા, તો તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરવી અમારી જવાબદારી હતી. એટલા માટે અમે નક્કી કર્યું કે, અમારાથી જેટલું થશે અમે તે વ્યવસ્થા કરીશું.

પંજાબ સિંહની પહેલ પર ગામની ભાગીદારી શરૂ થઈ. લોકોએ પોત પોતાની ક્ષમતા પ્રમાણે, દાન કરવાનું શરૂ કરી દીધું. કોઈએ લોટ, કોઈએ ચોખા તો કોઈએ રોકડાં આપીને મદદ કરી. જોત જોતામાં એક નાનકડા ગામમાંથી બે ટ્રેક્ટર ટ્રોલીમાં ભરવા લાયક રાશન ભેગું થઈ ગયું. ગામના જ ગુરજિંદર સિંહ અને શરણજીત સિંહે તેમના નવા ટ્રેક્ટર-ટ્રોલીઓ આ રાશન સિંધુ બોર્ડર સુધી પહોંચાડવામાં કામમાં લગાવી દીધી.

રત્તક ગામની આ કહાની માત્ર એક ઉદાહરણ છે. આવા સેકડો ગામ હરિયાણા અને પંજાબમાં છે, જે બિલકુલ આ રીતે આંદોલનને પોતાનું સમર્થન આપી રહ્યાં છે અને એ નક્કી કરી રહ્યાં છે કે આંદોલનકારીઓને કોઈ પણ પ્રકારની કમી ન થાય. આ નાના નાના ગામ સાથે જ હવે ખાલસા એડ જેવી મોટી મોટી સંસ્થાઓ પણ સિંધુ બોર્ડર પણ લોકોને તમામ પ્રકારના સંસાધન પહોંચાડી રહી છે. આ સાથે જ અલગ અલગ વિસ્તારોના ગુરુદ્વારા સંચાલક સમિતિઓ, એનજીઓ અને ઘણા NRI લોકો આ કામમાં આંદોલનકારોની મદદ કરી રહ્યાં છે.

આ જ કારણ છે કે સિંધુ બોર્ડર પર માત્ર ભોજન જ નહીં પણ ઘણા પ્રકારના વ્યંજન સુધી બનાવવામાં આવી રહ્યાં છે અને રાશનની કોઈ કમી નથી. રત્તક ગામના પંજાબ સિંહે જણાવ્યું કે, જે લોકો આ આંદોલનને બદનામ કરવા માટે પૂછી રહ્યાં છે કે આટલું રાશન ક્યાંથી આવી રહ્યું છે, એ લોકોએ અમારી સાથે અમારા ગામમાં આવું જોઈએ. ત્યાં જઈને તેઓ જોઈ શકશે કે જે પરિવારે તેમના ખાવા માટે બે બોરી રાશન બચાવીને રાખ્યું હતું, તેને પણ એક બોરી આંદોલન માટે દાન કર્યું છે. આ આંદોલન એટલા માટે મજબૂત છે કારણ કે આમાં દરેક ઘરની ભાગીદારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments