Friday, March 29, 2024
Homeસોનુ માટે ભારત રત્નની માગ : ચાહકે પીએમ મોદીને વિનંતી કરીને કહ્યું,...
Array

સોનુ માટે ભારત રત્નની માગ : ચાહકે પીએમ મોદીને વિનંતી કરીને કહ્યું, દેશના સાચા હીરોને અવૉર્ડ આપવામાં આવે.

- Advertisement -

કોવિડ-19 દરમિયાન લોકડાઉનમાં એક્ટર સોનુ સૂદ પોતાના કામને લીધે રિયલ હીરો બની ગયો છે. સોનુએ મહામારી દરમિયાન હજારો લોકોને તેમના ઘરે પહોંચાડ્યા, ભોજન, સ્વાસ્થ્ય સુવિધા અને અભ્યાસની સગવડતા કરી દીધી. સોશિયલ મીડિયા પર લોકો તેનાં વખાણ કરવાનું ભૂલતા નથી. હાલમાં એક ચાહકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી છે કે તેઓ સોનુ સૂદને ભારત રત્નથી સન્માનિત કરે. આ પોસ્ટના જવાબમાં સોનુએ વિનમ્રતાથી હાથ જોડ્યા.

https://twitter.com/SonuSood/status/1314768365664104453?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1314768365664104453%7Ctwgr%5Eshare_1&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Ffans-appealed-to-pm-modi-that-bharat-ratan-award-should-be-given-to-true-hero-of-india-sonu-sood-joined-hands-politely-on-this-post-127805383.html

મંદિરમાં સોનુનો ફોટો

સોશિયલ મીડિયા યુઝરે એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં મંદિરમાં ભગવાનની સાથે સોનુનો ફોટો પણ મૂકેલો છે. ફોટા પર તિલક લગાવ્યું છે, એટલે કે તે ચાહક સોનુની પૂજા કરે છે. તેણે પોસ્ટમાં પીએમ મોદીને વિનંતી કરી છે કે અમે દેશના સાચા હીરોને ભારત રત્ન આપવાની માગ કરીએ છીએ. સોનુએ ઘણી વિનમ્રતા સાથે પોસ્ટનો જવાબ આપ્યો, તેણે હાથ જોડેલું ઈમોજી પોસ્ટ કર્યું છે.

ફી ના આપી શકતા વિદ્યાર્થી માટે ચિંતિત હતો

કોરોના મહામારી દરમિયાન સોનુએ સમાજસેવા માટે ઘણાં એવાં પગલાં ભર્યાં છે જેને લઈને દરેક માટે તે રિયલ હીરો બની ગયો છે. છેલ્લા ઘણા મહિનાથી તે લોકોની મદદ કરવામાં જ વ્યસ્ત છે, આ મહિનાની શરૂઆતમાં તેણે અમુક ટ્વીટ કર્યાં હતાં, જેમાં તેણે જે વિદ્યાર્થીઓ ફી ભરી શકતા નથી, સ્કૂલ તેમના ઓનલાઈન ક્લાસ પણ બંધ કરી રહી છે આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો બેંક મોરેટોરિયમ પિરિયડ આપી શકે છે તો સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી શકાય છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular