સી-પ્લેનનું ભાડું 4800 નહીં, પણ માત્ર રૂ.1500 રહેશે, સ્પાઇસ જેટ અમદાવાદ-સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે 30મીથી બુકિંગ શરૂ કરશે

0
30

વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સી-પ્લેન સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે સ્પાઈસ જેટે બુધવારે અમદાવાદ (સાબરમતી રિવરફ્રન્ટ) અને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઈટની સર્વિસ સ્પાઈસ જેટની પેટાકંપની સ્પાઇસ શટલ દ્વારા કાર્યરત થશે. અમદાવાદ-કેવડિયા રૂટ પર દરરોજ બે ફ્લાઇટ ઓપરેટ થશે, જે 31 ઓક્ટોબરથી શરૂ થશે.

આ માટેની ટિકિટ 30 ઓક્ટોબર, 2020થી www.spiceshuttle.com પર ઉપલબ્ધ થશે. સ્પાઇસ જેટ આ ફ્લાઇટ માટે 15-સીટર ટ્વિન ઓટ્ટર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. અગાઉ વન-વે ભાડું 4800 રૂપિયા રહેવાની અટકળો હતી, જોકે સ્પાઈસ જેટ તરફથી ભાડાંની સ્પષ્ટતા પણ કરાઈ છે. ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઇન્ક્લૂસિવ વન-વે ટિકિટ રૂ.1500/-થી શરૂ થશે

નાગપુર, ગુવાહાટી અને મુંબઈમાં સી-પ્લેનનાં પરીક્ષણો
સ્પાઇસ જેટે વર્ષ 2017થી અત્યારસુધીમાં ભારતમાં સી-પ્લેનનાં પરીક્ષણો હાથ ધર્યાં છે અને આંતરિક જળમાર્ગો કે નદીઓ જેવાં જળાશયો પર એર કનેક્ટિવિટી ચકાસનાર એકમાત્ર ભારતીય એરલાઇન છે. જ્યારે પ્રથમ તબક્કા અંતર્ગત પ્લેનના ઉતરાણનાં પરીક્ષણો નાગપુર અને ગુવાહાટીમાં હાથ ધરવામાં આવ્યાં હતાં, ત્યારે બીજા તબક્કામાં એમ્ફિબિયસ વિમાન સંકળાયેલાં હતાં, જે માટેનું પરીક્ષણ મુંબઈની ગુડગાંવ ચોપાટી પર હાથ ધરવામાં આવ્યું હતું.

ટ્વિન ઓટ્ટર 300: સલામત અને સૌથી વધુ લોકપ્રિય સી-પ્લેન
સ્પાઇસ જેટે ટ્વિન ઓટ્ટર 300 માટે પ્રતિબદ્ધતા, સલામતી અને જાળવણી માટેનું સમાન સ્તર સુનિશ્ચિત કર્યું છે. આ વિમાન ઉડાનમાં સલામત હોવાની સાથે દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય અને વધુ ઉપયોગમાં લેવાતું વિમાન છે. એની વિશ્વસનીયતા, મજબૂત નિર્માણ, અભૂતપૂર્વ રીતે શોર્ટ ટેક-ઓફ અને ઉતરાણની ક્ષમતા, પેલોડ ક્ષમતા અને ઉત્કૃષ્ટ બાહ્ય વિઝિબિલિટી માટે પ્રસિદ્ધ છે. વિમાનનું નિયમિતપણે મેઇન્ટેનન્સ, ઓવરહોલિંગ અને સીટ રિફર્બિશમેન્ટ થાય છે તથા માન્ય એરવર્થીનેસ રિવ્યુ સર્ટિફિકેટ (એઆરસી) ધરાવે છે. આ ફ્લાઇટ ઓપરેટ કરવા જરૂરી તમામ SoPs સી-પ્લનની કામગીરીની કાર્યકારી માર્ગદર્શિકા સાથે સુસંગત છે. ટ્વિન ઓટ્ટર 300માં નોંધપાત્ર રીતે કાર્યદક્ષ ટ્વિન ટર્બોપ્રોપ પ્રાટ્ટ એન્ડ વ્હિટ્ની PT6A-27 એન્જિન ફિટ છે, જે એની વિશ્વસનીયતા માટે જાણીતું છે. વિમાન અભૂતપૂર્વ એક્સિડન્ટ ફ્રી હિસ્ટ્રી ધરાવે છે તથા એમાં નવાઈ નથી કે આ માલદીવ્સની સાથે દુનિયાભરમાં ઉડાનનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા સૌથી વધુ પસંદગીનું વિમાન છે.

ફ્લાઇટનું દરરોજનું શિડ્યૂલ્ડ

સ્થળથી સ્થળ સુધી પ્રસ્થાન આગમન ફ્રિક્વન્સી
અમદાવાદ કેવડિયા 10.15 10.45 દરરોજ
કેવડિયા અમદાવાદ 11.45 12.15 દરરોજ
અમદાવાદ કેવડિયા 12.45 13.15 દરરોજ
કેવડિયા અમદાવાદ 15.15 15.45 દરરોજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here