Thursday, August 5, 2021
Homeસરકારના નવા પત્ર પર ખેડૂત આજે નિર્ણય લઈ શકે છે
Array

સરકારના નવા પત્ર પર ખેડૂત આજે નિર્ણય લઈ શકે છે

કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને આજે એક મહિનો થઈ ગયો છે. સરકારે મોકલેલા વાતચીત માટેના પત્ર પર ખેડૂત આજે નિર્ણય લઈ શકે છે. સરકાર તરફથી ગુરુવારે એક પત્ર લખવામાં આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતનેતા વાતચીત માટે તારીખ અને સમય નક્કી કરીને જણાવશે. જોકે માગણીઓને પૂરી ન થતા જોઈને ખેડૂતોએ વિરોધ તેજ કર્યો છે. હરિયાણામાં આજથી 3 દિવસ સુધી ટોલને ફ્રી કરવામાં આવશે.

8 દિવસમાં સરકારે ખેડૂતોને ત્રીજો પત્ર લખ્યો છે. એમાં લખવામાં આવ્યું છે કે ત્રણે કાયદાની ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP) પર કોઈ અસર પડશે નહિ. એ અંગે લેખિતમાં ભરોસો આપવા તૈયાર છે. જોકે આ અંગે કૃષિ કાયદાઓથી અલગ નવી માગ રજૂ કરવી એ યોગ્ય નથી.

ખેડૂતોએ કહ્યું- સરકાર ગોળ ગોળ વાતો કરીને લોકોને ગુમરાહ કરી રહી છે

ભારતીય કિસાન યુનિયનના પ્રધાન બલબીર સિંહ રાજેવાલે કહ્યું હતું કે સરકાર હાલ પણ ગોળ ગોળ વાતો કરી રહી છે. તે ખેડૂતોના બે ભાગ પાડવા માટે અલગ અલગ મીટિંગ કરવા માગે છે, જે અમને મંજૂરી નથી. કોઈ ચોક્કસ નિર્ણય ન થવા પર સમગ્ર દેશમાં આંદોલનને વધુ તેજ કરવામાં આવશે.

ઘણી જગ્યાઓ પર જિયો ટાવરની વીજળી કાપી

માગો પૂરી ન થતી જોઈને ખેડૂતોએ મલોટ, સંગરૂર, ફિરોજપુર, મોગા, પટ્ટી, છેહરટા સહિત ઘણી જગ્યાઓ પર ગુરુવારે રિલાયન્સ જિયોના ટાવરનું વીજળી-કનેક્શન કાપી નાખ્યું. હરિયાણામાં સિરસાના ગામ ગદરાનામાં પણ ટાવરનું વીજળી-કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. ત્યાં પોલીસ પહોંચી, જોકે કનેક્શનને જોડી ન શકી. આ સિવાય ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલા માટે બનાવવામાં આવેલા હેલિપેડને ખેડૂતોએ ઉખાડી નાખ્યાં છે. દેખાવકારાએ ત્યાં કાળા ઝંડા લગાવી દીધા છે. વિરોધને જોતાં ડેપ્યુટી CMના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો.

ખેડૂતોના મુદ્દે 7 અમેરિકાના સાંસદે લેટર લખ્યા છે

અમેરિકાના 7 સાંસદે વિદેશમંત્રી માઈક પોમ્પિયોને લેટર લખ્યા છે. તેમાં ભારતીય મૂળનાં પ્રમિલા જયપાલ પણ સામેલ છે. પત્રમાં પોમ્પિયોને અપીલ કરવામાં આવી છે કે ખેડૂત આંદોલનના મુદ્દા પર ભારત સરકાર સાથે વાતચીત કરો. પત્રમાં લખવામાં આવ્યું છે કે ખેડૂત આંદોલનને કારણે ભારતીય-અમેરિકન પ્રભાવિત થઈ રહ્યા છે. તેમનાં સગાં-સંબંધીઓ પંજાબ કે ભારતનાં બીજાં રાજ્યોમાં રહે છે. આ કારણે તમે ભારતીય સમકક્ષ(વિદેશમંત્રી એસ. જયશંકર) સામે આ મુદ્દો ઉઠાવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments