ખેડૂતોએ સરકારનો લેખિત પ્રસ્તાવ ફગાવી દીધો, કહ્યું- બિલ રદ કરવાથી ઓછું કંઈ જ ન ખપે, અંબાણી-અદાણીની પ્રોડક્ટનો બહિષ્કાર કરીશું.

0
13

કૃષિ બિલને લઈને સરકાર અને આંદોલન કરી રહેલા ખેડૂતો વચ્ચે છઠ્ઠી વાતચીત અને સરકાર દ્વારા પ્રસ્તાવ મોકલવા છતાં કોઈ રસ્તો નિકળ્યો નથી. ગૃહમંત્રી અમિત શાહ સાથે ખેડૂતોની મંગળવારે થયેલી બેઠક પછી બુધવારે સરકારે ખેડૂત નેતાઓને પ્રસ્તાવ મોકલ્યો હતો., પરંતુ ખેડૂતોએ તેને ફગાવી દીધો છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે પ્રસ્તાવમાં ગોળ-ગોળ વાતો છે. સરકાર ભલુ કરવાની વાત કરી રહી છે, પણ તે કેવી રીતે કરશે તે અંગે સ્પષ્ટતા નથી.

પ્રસ્તાવ પર ચર્ચા-વિચારણા કર્યા પછી ખેડૂતોએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આંદોનની આગળની રણનીતિ અંગે વાત કરી હતી. ખેડૂતોએ 4 મોટી જાહેરાત કરી છે.

1. ખેડૂતો 1 ડિસેમ્બરના રોજ દેશભરમાં ટોલ પ્લાઝા ફ્રી કરી દેશે. દિલ્હી-જપુર હાઈવેને બંધ કરાશે.
2. દેશભરમાં તમામ જિલ્લાની મુખ્ય ઓફિસોમાં 14 ડિસેમ્બરના રોજ ધરણા કરાશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો તેમા સામેલ થશે. જેઓ સામેલ નહીં થાય તેઓ દિલ્હી રવાના થશે.
3. અંબાણી-અદાણીના મોલ, પ્રોડક્ટ અને ટોલનો બોયકોટ કરાશે. જિયોની પ્રોડક્ટનો પણ બોયકોટ કરાશે.જિયોના સિમને પોર્ટ કરાવાશે.
4. ભાજપના નેતાઓનો નેશનલ લેવલે બોયકોટ કરાશે. તેમના બંગલા અને ઓફિસ બહાર પ્રદર્શન કરાશે. બિલ પરત લેવાશે ત્યાં સુધી આંદોલન અટકશે નહીં, તેને વેગવંતુ બનાવાશે.

સરકારે કહ્યું કે, વર્ક-ઈન-પ્રોગ્રેસ

કેબિનેટના નિર્ણયોની માહિતી આપવા માટે સરકારના ત્રણ મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં ખેડૂતોને મોકલવામાં આવેલા પ્રસ્તાવ વિશે પુછવામાં આવ્યું તો સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જવાબ આપ્યો કે, જ્યારે એક અંતિમ તબક્કાની વાતચીત થઈ રહી હોય, તો આ વર્ક-ઈન-પ્રોગ્રેસ માનવામાં આવે છે. તેની રનિંગ કોમેન્ટ્રી ન થઈ શકે. ખેડૂતોના મુદ્દા પર સરકાર સંવેદનશીલ છે. સરકારે ખેડૂતો સાથે 6 વખત ચર્ચા કરી છે. આશા છે હવે આ છેલ્લી વખત હશે.

આમ, કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો નીકળ્યો છે. સરકાર તરફથી કૃષિ કાયદામાં અમુક સુધારણાં કરવામાં આવી શકે છે. હાલ સરકારે ખેડૂત સંગઠનને જે પ્રસ્તાવ આપ્યો છે તેમાં પોતાના તરફથી અમુક સુધારણાના સૂચનો આપવામાં આવ્યા છે. કેન્દ્ર તરફથી આ પ્રસ્તાવમાં APMC એક્ટ અને MSP પર રાજ્ય સરકારોને લેખિતમાં વિશ્વાસ આપવામાં આવ્યો છે.

કાયદો પરત લેવાનો લેખિતમાં વિશ્વાસ મળશે તો જ વિચારીશું

ઓલ ઈન્ડિયા ખેડૂત સભાના મહાસચિવ હન્નાન મોલાએ કહ્યું કે, સરકાર જો સુધારાની વાત કરી રહી છે, તો અમારો જવાબ સ્પષ્ટ છે. સુધારો નહીં પણ, કાયદો પાછો લેવાનો લેખિતમાં વિશ્વાસ મળશે તો જ વિચારીશું. સરકારની ચિઠ્ઠી આવશે અને અમને પોઝિટીવ લાગશે તો જ આવતીકાલે મીટિંગ કરીશું.

‘સાંજે 4-5 વાગ્યા સુધી સ્થિતિ સ્પષ્ટ થવાની આશા’

ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકાર જે ડ્રાફ્ટ મોકલશે, તેની પર ચર્ચા પછી નક્કી કરીશું કે આગળ શું કરવાનું છે. આશા છે કે આજે સાંજે 4-5 વાગ્યા સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

અમિત શાહ સાથે ચર્ચામાં કેમ કોઈ પરિણામ ન આવ્યું

બેઠક માટે 5 ખેડૂત નેતાઓને બોલાવવામાં આવ્યા હતા, પછી 13 મળ્યા. અમુક ખેડૂતોએ એવું કહીને વિરોધ કર્યો કે એક દિવસ પહેલાં બેઠક શા માટે અને 40 ની જગ્યાએ 13 સભ્યો જ કેમ? બેઠક પહેલાં શાહના ઘરે હતી, છેલ્લી ઘડીએ સમયમાં સ્થળ બદલીને ICAR ગેસ્ટ હાઉસ નક્કી કરી દેવાઈ. એવામાં 2 ખેડૂત બેઠકમાં જોડાઈ ન શક્યા અને બાકીના ખેડૂતોએ તેમના વગર જ ચર્ચા શરૂ કરવાનો ઈન્કાર કરી દીધો. ત્યાર પછી પોલીસ એ 2 ખેડૂતને અસ્કોર્ટ કરીને રાતે લગભગ 6.15 વાગ્યે લઈને આવી.

મીટિંગમાં શાહ ઘણા એક્સપર્ટ્સને બોલાવી રહ્યા હતા, જે ખેડૂતોને સમજાવી રહ્યા હતા કે કયા ફેરફારની આગળ જઈને શું અસર થશે. એમ છતાં પણ ખેડૂત નેતા તેમની આપત્તિઓ નોંધાવી રહ્યા હતા, એટલા માટે સૂચનના આધારે વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.

રાહુલ સહિત 5 વિપક્ષી નેતા આજે રાષ્ટ્રપતિને મળશે

20 રાજકીય પક્ષ ખેડૂતોની માગનું સમર્થન કરી રહ્યા છે. મંગળવારે ખેડૂતોના ભારત બંધમાં પણ વિપક્ષે ભાગ લીધો હતો. વિપક્ષના 5 નેતા આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે, જેમાં રાહુલ ગાંધી અને શરદ પવાર પણ સામેલ થશે.

અકાલી દળના કાર્યકર્તા ફ્રી ડિઝલ વહેંચી રહ્યાં છે

આંદોલનમાં સામેલ થવા માટે દિલ્હી બોર્ડર તરફ જઈ રહેલા લોકોને દિલ્હી-અમૃતસર હાઈવેના એક પેટ્રોલ પમ્પ પર ફ્રી ડિઝલ આપવામાં આવી રહ્યું છે. શિરોમણી અકાલી દળના કાર્યકર્તાઓનું કહેવું છે કે પંજાબના વધુમાં વધુ લોકો આંદોલનમાં સામેલ થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here