સુરત : ફેશન ડિઝાઇનરે લાખોના ખર્ચે 10 હજાર દીવા પેઇન્ટ કરાવી 200 મહિલાને રોજગારી આપી, ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું.

0
6

સુરતની ફેશન ડિઝાઇનર ડો. હિના મોદી દ્વારા મહિલાઓને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. 10 હજાર દીવડાઓ પેઇન્ટ કરાવી 200 જેટલી મહિલાને રોજગારી આપવામાં આવી છે. આ સાથે દીવાઓ પેઈન્ટ કરવાને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે. ડો. હિના મોદીએ જણાવ્યું હતું કે 4.5 લાખના ખર્ચે આ 10 હજાર દીવા બનાવવામાં આવ્યા છે, જેમાં મહિલાઓની રોજગારી પણ આવી જાય છે. હવે ડિસેમ્બરમાં રણોત્સવમાં સ્ટોલ કરી ઇન્ડિયન આર્ટના નામે ઓછામાં ઓછા નફાએ વેચાણ કરીશું.

દીવડાઓ પેઇન્ટ કરાવી 200 જેટલી મહિલાને રોજગારી આપવામાં આવી.
(દીવડાઓ પેઇન્ટ કરાવી 200 જેટલી મહિલાને રોજગારી આપવામાં આવી.)

 

દીવડાઓ પેઇન્ટ કરાવી પગભર કરવાનો પ્રયાસ

દિવાળી આમ તો પ્રકાશનું પર્વ માનવામાં આવે છે અને દીવડાઓ વિનાની દિવાળી તો અધૂરી લાગે, કોરોનાકાળની આ પરિસ્થિતિમાં પોતાના કારીગરોને જીવનમાં કામ ન રહેતાં અંધારું ના છવાઈ જાય એ હેતુસર સુરતની ફેશન ડિઝાઈનર ડો. હિના મોદી દ્વારા દીવડાઓ પેઇન્ટ કરાવી પગભર કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ સુધીમાં 10 હજારથી વધુ દીવડા થકી 200 જેટલી મહિલાએ રોજગારી મેળવી છે અને 25 હજાર જેટલા દીવડા પેઇન્ટ કરવાનો ટાર્ગેટ છે. આ માટે એને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે.

હવે 25 હજાર જેટલા દીવડા પેઇન્ટ કરવાનો ટાર્ગેટ છે.
(હવે 25 હજાર જેટલા દીવડા પેઇન્ટ કરવાનો ટાર્ગેટ છે.)

 

દીવાઓનું સુંદર અને અનોખું આકર્ષણ પડે એ રીતની બનાવટ

ડો. હિના મોદી (ફેશન ડિઝાઈનર)એ કહ્યું હતું કે કોરોનાને કારણે ફેશન શો ન થઈ શકવાના કારણે મારી સાથેની મહિલાઓને રોજગારી મળતી ન હતી. તેથી કારીગરોને રોજગારી આપવાના હેતુથી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. દિવાળીના આ દીવડાઓ જીવન સેલીના સંદેશ સાથે પેઇન્ટ કરવામાં આવ્યા છે, જેમાં હવા,પાણી,અગ્નિ, પ્રુથ્વીના એલિમેન્ટ આપવામાં આવ્યાં છે, જે ખૂબ જ સુંદર અને અનોખું આકર્ષણ પાડે એ રીતની બનાવટનાં છે.

મહિલાઓએ દીવાઓનું ગિફ્ટ પેકિંગ કર્યું.
(મહિલાઓએ દીવાઓનું ગિફ્ટ પેકિંગ કર્યું.)

 

દીવાઓ હવે કોર્પોરેટ કંપનીમાં દિવાળીની ગિફટ તરીકે આપવામાં આવશે

મહિલાઓની મદદ કરવા માટે ડો. હિના મોદી દ્વારા એકવેરિયન્સ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ સાથે 200થી વધુ મહિલાઓ જોડાઈ હતી. આ દીવાઓ પોઝિટિવિટી આપે છે, કારણ કે તેમાં ચાર ખૂણાઓની સ્પેશિયલ ડિઝાઈન બનાવવામાં આવી છે. 2 મહિનામાં 10 હજાર દીવા પેઈન્ટ કરી ચૂક્યા છે. 8820 એકસરખા પેઈન્ટિંગવાળા દીવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ દીવાઓ હવે કોર્પોરેટ કંપનીમાં દિવાળીની ગિફટ તરીકે આપવામાં આવશે. હવે 25 હજાર દીવા પેઈન્ટ કરવાનો ટાર્ગેટ છે.

8820 એકસરખા પેઈન્ટિંગવાળા દીવાનો રેકોર્ડ બનાવ્યો.
(8820 એકસરખા પેઈન્ટિંગવાળા દીવાનો રેકોર્ડ બનાવ્યો.)

 

4.5 લાખનો ખર્ચ થયો

ડો. હિના મોદીએ જણાવ્યું હતું કે બે મહિનાથી આ માટે કામગારી ચાલી રહી હતી, જેમાં 200 મહિલાને જોડવામાં આવી હતી. 200 મહિલાને રોજગારીરૂપે 2.5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. હવે 25 હજાર દીવડાઓ બનાવવાનો ટાર્ગેટ છે. અત્યારસુધીમાં આ દીવડાઓ બનાવવામાં કુલ 4.5 લાખનો ખર્ચ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here