ગાંધીનગર : ઢબુડી માતા સામે ગુનો ન નોંધાતા યુવકના પિતા આજે ઉપવાસ કરશે

0
0

ગાંધીનગર: ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરનારા ગઢડાના રહીશ પોલીસ ભવન ખાતે ઉપવાસ પર બેસશે. તેઓ ધનજી ઓડ સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે આવતીકાલે ઉપવાસ કરશે.

પોલીસે ત્રણ કલાક પૂછપરછ કરી ધનજી ઓડને જવા દીધો

બોટાદ જિલ્લાના ગઢડાના રહેવાસી ભીખાભાઈ નારણભાઈ માણિયાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે. તેમના આક્ષેપ મુજબ ધનજી ઓડ અંધશ્રદ્ધા ફેલાવે છે. તેમના પુત્રને કેન્સર હોવાથી ત્રણ વર્ષ પહેલાં તેઓ ધનજી ઓડ પાસે ગયા હતા અને તેના કહેવાથી દવા બંધ કરી દેતા પુત્રનું મોત થયું હતું. આ અરજી બાદ તાજેતરમાં જ ગાંધીનગર સેશન્સ કોર્ટે ધનજી ઓડની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસની તપાસ ચાલુ હોવાથી કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી હતી. જે બાદ અરજી મુદ્દે પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા ધનજી ઓડની પોલીસે ત્રણ કલાક પૂછપરછ પણ કરી હતી. ત્યારે હવે આ મુદ્દે ધનજી ઓડ સામે ગુનો નોંધવાની માંગ સાથે ભીખાભાઈ માણિયા ઉપવાસ આંદોલન કરવા જઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here