અમદાવાદ : રાજપૂત વિદ્યાસભા દ્વારા શસ્ત્રપૂજન કરી વિજ્યાદશમીનો તહેવાર ઉજવવામાં આવ્યો.

0
3

સમગ્ર દેશમાં કોરોના કાળની વચ્ચે આજે સત્યના વિજયનો તહેવાર દશેરાની ઉજવણી થઈ રહી છે. આજના દિવસે શસ્ત્રોના પૂજનનું મહત્વ હોય છે. ત્યારે અમદાવાદમાં રાજપૂત વિદ્યાસભા ગોતા સમાજ દ્વારા રાજપૂત ભવન ખઆતે દશેરાના તહેવાર નિમિત્તે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોતા સ્થિત રાજૂપૂત ભવન પર થઈ રહેલ શસ્ત્રપૂજા દરમિયાન આયોજકોએ કહ્યું હતું કે અમે કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરીને આજના દિવસે શસ્ત્રપૂજાનું આયોજન કર્યું છે. અહીં શસ્ત્રપૂજા તેમજ વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

શહેર પોલીસે પણ શસ્ત્રપૂજા કરીને દશેરાનો તહેવાર ઉજવ્યો

અમદાવાદમાં આજે શહેર પોલીસે પણ શસ્ત્રપૂજનનું આયોજન કર્યું હતું. આજે સવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે શહેર પોલીસ દ્વારા શસ્ત્રપૂજા કરાઈ હતી. તે ઉપરાંત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ શસ્ત્રોની પૂજા ઉપરાંત વાહનોની પણ પૂજા કરવામાં આવી હતી.