કોવિડ-19 અને પ્રેગ્નન્સી : કોરોનાથી ગર્ભસ્થ શિશુને જોખમ નથી પરંતુ પ્રેગ્નન્સીનાં છેલ્લા મહિનામાં વધુ સાવધાની રાખવી જરૂરી છે, બ્રેસ્ટફીડિંગથી વાઈરસ નથી ફેલાતો

0
3

કોરોના ઈન્ફેક્શન એક મહામારી છે જે ગર્ભવતી મહિલાઓમાં વધારે ગંભીર રીતે જોઈ શકાય છે. કેમ કે, તેમની ઈમ્યુનિટી સામાન્ય મહિલાઓની સરખામણીએ નબળી હોય છે. શરીરમાં થતા ઘણા ફેરફારના કારણે ગર્ભવતી મહિલાઓએ આ સમયે વધારે સાવધાની રાખવી જોઈએ. કોરોનાથી બચવા માટે જણાવવામાં આવેલી તમામ સાવધાનીઓ જેમ કે, સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વચ્છતા અને હાઈજીન પર વિશેષ ધ્યાન આપવું. ગર્ભાવસ્થામાં 3-4 રૂટીન ચેકઅપ પૂરતા છે. જરૂર પડે તો ટેલીકન્સલ્ટેશનનો ઉપયોગ કરી શકો છો.

નોર્મલ ગર્ભાવસ્થામાં ત્રણ સોનોગ્રાફી (11-13 સપ્તાહ, 18-20 સપ્તાહ અને 32-34 સપ્તાહ) પર્યાપ્ત છે. હોસ્પિટલમાં જતા સમયે સાવધાની રાખવી અને આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવી. ગર્ભવતી મહિલાઓએ નિયમિતપણે કોગળા કરવા અને ગરમ પાણીની વરાળ લેવી. નવશેકું પાણી પીવું. પર્યાપ્ત પોષણ લો અને પ્રવાહી પદાર્થનું સેવન વધારવું. ડોક્ટરની સલાહ પર વિટામિન સી અને મલ્ટી વિટામિનની દવાઓનું સેવન કરી શકાય છે. ડો. ઋષિકેશ પાઈ, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ, લીલાવતી હોસ્પિટલ, મુંબઈથી આપી રહ્યા છે ગર્ભવતી મહિલાઓના સવાલના જવાબ-

1) આ દરમિયાન માતા બનવા માટે શું સાવધાની રાખવી જોઈએ?
સંક્રમણનું જેટલું જોખમ સામાન્ય લોકોને છે, એટલું જ ગર્ભવતી મહિલાઓને છે. પરંતુ પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં જોખમ વધી શકે છે. બ્રિટનમાં કરવામાં આવેલા રિસર્ચમાં તેની સાથે સંબંધિત કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. યુકે ઓબ્સ્ટ્રિક્ટ સર્વેલન્સ સિસ્ટમની હોસ્પિટલમાં દાખલ થયેલી 427 ગર્ભવતી મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, જે ગર્ભવતી મહિલાઓ કોરોનાથી ગંભીર રીતે બીમાર થઈ ત્યારે તેઓ ગર્ભાવસ્થાના ત્રીજા મહિનામાં હતી.

2) શું માતાથી ગર્ભસ્થ શિશુને સંક્રમણનું જોખમ છે?
અત્યાર સુધી કરવામાં આવેલા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ગર્ભસ્થ શિશુને તેમની માતા દ્વારા સંક્રમણ નથી થતું. ડિલિવરી પછી સ્તનપાન કરાવવાથી પણ આ ચેપ નવજાત શિશુમાં નથી ફેલાતો. માતાથી શિશુને માત્ર ફક્ત છીંક અથવા ઉધરસથી જ સંક્રમણ થઈ શકે છે. આવી સ્થિતિમાં સંક્રમિત માતાઓએ માસ્ક પહેરવો, હાથ ધોવા જેવી જરૂરી સાવધાની રાખવી જરૂરી છે.

3) માતા સંક્રમિત છે તો બ્રેસ્ટફીડિંગ કેવી રીતે કરાવવું?
બ્રેસ્ટફીડિંગ પહેલાં 20 સેકન્ડ સુધી હાથ ધોવા. માસ્ક પહેરવું જરૂરી છે. બાળકને માતાના સંપર્કમાં ઓછા ઓછું આવવા દેવું જોઈએ. સંક્રમણની સ્થિતિમાં પણ બ્રેસ્ટફીડિંગ બંધ ન કરવું જોઈએ, કેમ કે તે નવજાતને ઘણી બીમારીઓ સામે સુરક્ષા પ્રદાન કરે છે. સામાન્ય રીતે આ દરમિયાન તમામ માતાઓએ બીજા લોકોથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું જોઈએ.

4) નાના બાળકોની સંભાળ કેવી રીતે રાખવી?
સંક્રમણનો ડર પુખ્ત વયના લોકોમાં વધારે જોવા મળે છે, પરંતુ નવજાત અને મેડિકલ કન્ડીશનથી સંકળાયેલા બાળકોને સંક્રમિત થવાનું જોખમ વધારે છે. બાળકોમાં કોવિડ સાથે સંકળાયેલા લક્ષણોમાં નાકમાંથી પાણી નીકળવું, ડાયેરિયા, ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યાં છે. અમેરિકાની સંસ્થા CDCના અનુસાર, બે વર્ષથી નાની ઉંમરના બાળકોને ગૂંગળામણના કારણે માસ્ક પહેરવાની સલાહ આપવામાં નથી આવતી.