નોઈડાનાં સેક્ટર 25 A સ્થિત સ્પાઇસ મોલમાં લાગી ભીષણ આગ, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

0
38

રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઈડામાં સેક્ટર 25 એ સ્થિત સ્પાઈસ મોલમાં ભારે આગ ફાટી નીકળી છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઇ છે. હજુ સુધી આગનાં કારણો જાણવા મળ્યા નથી.

ફાયર બ્રિગેડના કર્મીઓનાં સઘન પ્રયાસો બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અહેવાલો અનુસાર, મોલનાં ઉપરનાં માળે સિનેમા હોલમાં આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે તે દરમિયાન ફિલ્મ ચાલી રહી હતી અને આગ શરૂ થતાની સાથે જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. થોડા સમય પછી મોલની છત પરથી ધુમાડાનો ગુબ્બારો નીકળવાનું શરૂ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, નોઈડામાં આવેલા સ્પાઇસ મોલમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યુ નથી. જો કે અહી રાહતની વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here