Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

મકરપુરા GIDCમાં શેડ નંબર 451-2ની સામે લાકડાની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. લાકડાની કંપની હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ મકરપુરા GIDC ફાયર બ્રિગેડને થતાં તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને અડધો કલાક ઉપરાંત પાણીમારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

ફાયર બ્રિગેડે અડધો કલાક ઉપરાંત પાણીમારો ચલાવી આગને કાબૂમાં લીધી
ફાયર બ્રિગેડે અડધો કલાક ઉપરાંત પાણીમારો ચલાવી આગને કાબૂમાં લીધી
ફાયર બ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે મકરપુરા GIDCમાં લાકડાની કંપની આવેલી છે. લાકડાની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. લાકડાની કંપની હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશને ચુંબતી આગની જ્વાળાઓ જોઇ GIDC સ્થિત અન્ય કંપનીઓના કર્મચારીઓ દોડી આવ્યા હતા. આ સાથે વહેલી સવારે નોકરી-ધંધાર્થે જતા લોકોના પણ ટોળા એકઠા થઇ ગયા હતા.

બીજી બાજુ આગના આ બનાવની જાણ મકરપુરા ફાયર બ્રિગેડને થતાં તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આગ વધુ પ્રસરે તે પહેલાં આગને કાબુમાં લઇ લીધી હતી. આગના આ બનાવે આસપાસમાં આવેલી અન્ય કંપનીના કર્મચારીઓમાં ગભરાટ ફેલાવી દીધો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નહોતી. જોકે, આગમાં કંપની સ્થિત તમામ લાકડાઓ બળીને ખાક થઇ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ, પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત આજે બપોરે ભુતડીઝાંપા પાસે આનંદ ચેમ્બર્સ સ્થિત ગાદલા બનાવતી દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાજ ચોમ્બર્સ સ્થિત દુકાનો અને રહેવાસીઓ નીચે દોડી આવ્યા હતા. આગના આ બનાવના કારણે ચેમ્બર્સમાં આવેલા મકાનોના રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. અને ચેમ્બર્સની નીચે દોડી આવ્યા હતા. આગના બનાવના કારણે ઉઠેલા ધુમાડાથી ચેમ્બર્સ ઢંકાઇ ગયું હતું.

GIDC સ્થિત અન્ય કંપનીઓના કર્મચારીઓ દોડી આવ્યા
GIDC સ્થિત અન્ય કંપનીઓના કર્મચારીઓ દોડી આવ્યા

 

ગાદલાના દુકાનમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરંત જ લાશ્કરો દોડી ગયા હતા. અને ગાદલાની દુકાનમાં લાગેલી આગ અન્ય દુકાનોને લપેટમાં લે તે પહેલાં કાબૂમાં લઇ લીધી હતી. આ બનાવને પગલે ભૂતડીઝાંપાથી કારેલીબાગ તરફ જવાના માર્ગ ઉપરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આનંદ ચેમ્બર્સ સ્થિત ગાદલાના મકાનમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments