Monday, October 25, 2021
Homeગાંધીનગર : ફાયરમેન માતાનું અવસાન થયાનાં 24 કલાકમાં ફરજ પર હાજર થયાં
Array

ગાંધીનગર : ફાયરમેન માતાનું અવસાન થયાનાં 24 કલાકમાં ફરજ પર હાજર થયાં

ગાંધીનગર. કોરોના મહામારીના વૈશ્વિક સંકટની ઘડીમાં આવશ્યક સેવાની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ જ નહીં પરંતુ સાવ નાના કર્મચારીઓ પણ સમાજને નવી રાહ ચીંધાડતા અને ફરજ પરસ્તીના ઉદાહરણ આપતા નિર્ણય કરે છે. ગાંધીનગર ફાયરબ્રિગેડના કર્મચારીની આવી જ ફરજ પરસ્તીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોશિયલ મિડીયા પર બિરદાવી છે.

અંતિમ સંસ્કાર સહિતની વિધિ પૂર્ણ કર્યાના 24 કલાક પહેલા ગૌતમભાઇ ફરજ પર હાજર થઈ ગયા

ફાયરમેન અને ગાંધીનગરના કોબા ગામના રહેવાસી ગૌતમભાઇ પટેલના માતુશ્રીનું અવસાન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર સહિતની વિધિ પૂર્ણ કર્યાના 24 કલાક પહેલા ગૌતમભાઇ ફરજ પર હાજર થઈ ગયા હતાં. તેમણે કહ્યું કે મને જન્મ આપનાર જનેતા તો હવે ફરી મળશે નહીં, પરંતુ ભારત માતાની સેવા કરવામાં હું પાછી પાની કરી શકું નહીં. ગાંધીનગરના રહેવાસીઓના જીવ મારા માટે ખુબ મુલ્યવાન છે.

નોંધવું રહેશે, કે આ પહેલા ડે.મ્યુનિસિપલ કમિશનર પ્રિતેશ દવેના પિતાનું અવસાન થયુ હતું અને તેઓ પણ ગણતરીના સમયમાં ફરજ પર હાજર થઇ ગયા હતાં. પાટનગરવાસીઓ આ બન્ને કિસ્સામાં અધિકારી, કર્મચારીની ફરજ પરસ્તીને વખાણવા સાથે બિરદાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમા હાલ લોકડાઉન ચાલે છે ત્યારે આવી સ્થિતીમાં ખાસ કરીને પોલીસકર્મચારીઓ , હોસ્પિટલ વિભાગના કર્મચારીઓ તેમજ ફાયર ફાઈટરો તેમની ફરજ સતત બજાવી રહ્યા છે તેમાં કેટલાક આવા કિસ્સા પણ બહાર આવી રહ્યા છે જે સમાજના અન્ય લોકો માટે ઉમદા ઉદાહરણરૂપ સાબિત થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments