Tuesday, December 7, 2021
Homeકોરોના પોઝિટિવ આવ્યા બાદ આપઘાતનો પ્રથમ કેસ : સુરત શહેરમાં 63 વર્ષીય...
Array

કોરોના પોઝિટિવ આવ્યા બાદ આપઘાતનો પ્રથમ કેસ : સુરત શહેરમાં 63 વર્ષીય હીરા વેપારીએ ટ્રેન નીચે પડતું મૂક્યું

સુરત. શહેર અને જિલ્લામાં કોરોના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. દરમિયાન શહેરમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ આપઘાતનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ હીરા વેપારીએ રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો છે.

મોઢાના ભાગે વધુ પડતી ઇજાઓ સાથે મળી આવ્યા

શહેરના નાનપુરા દેના જ્યોતિ પેલેશ કૈલાશ હોટેલ સામે કુમારપાળ નટવરલાલ શાહ (ઉ.વ. 63) રહેતા હતા અને હીરા વેપારી હતા. થોડા દિવસો પહેલા તાવ આવ્યા બાદ કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. દરમિયાન આજે વહેલી સવારે પત્નીને ઉંઘતી છોડી કુમારપાળ એક્ટિવા લઈ ઘરેથી નીકળી ગયા હતા. શોધખોળ કર્યા બાદ એક્ટિવા ઉધના રેલવે સ્ટેશન બહારથી મળી આવ્યા બાદ તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવ્યા બાદ કુમારપાળે રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. મોઢાના ભાગે વધુ પડતી ઇજાઓ સાથે મળી આવ્યા હતા. ઉધના રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘરના મોભીના મોતને લઈને શોક ફેલાયો

મૃતકનો એક નો એક પુત્ર જે મુંબઈ રહે છે જે ગઈ કાલે જ પત્ની અને એક સંતાન સાથે સુરત આવ્યો હતો અને પિતાને કોરોના પોઝિટિવ હોવાથી ઘર નજીક એક ફ્લેટમાં રહેતો હતો. પરિવારમાં ઘરના મોભીના મોતને લઈને શોક ફેલાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments