રાજ્યમાં ઇ-કોમર્સ વ્યાપારમાં તોલમાપના દરોડાનો પ્રથમ કેસ, ઓનલાઇન સાઇટ પર પૂરતી વિગતો જ નથી

0
2

ઇ-કોમર્સ વ્યાપારમાં પૂરતા નિર્દેશનો વગર ડીજીટલ પ્લેટફોર્મ પર કંપની તેમની પ્રોડક્ટ વેચાણઅર્થે મૂકે તો કંપની અને પ્રોડક્ટના ઉત્પાદક-સેલર સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. આવી જ બે ઇ કોમર્સ કંપની અને ત્રણ ઉત્પાદકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને પ્રોસિક્યુશન કેસ કર્યાનો રાજ્યમાં સૌ પ્રથમ કિસ્સો નોંધાયો છે.

નિયમો મુજબના નિર્દેશનો કર્યા નહોતા

મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા ઇ-કોમર્સ ડીજીટલ પ્લેટફોર્મ પુરા પાડતી એમેઝોન, સ્નેપડીલ સાઇટ પર દરોડા કરતાં સ્નેપડીલની સાઇટ પર માઇક્રોમેક્સ કંપનીના મોબાઇલ ફોનની પ્રોડક્ટ અંગે નિયમો મુજબના નિર્દેશનો કરવામાં આવેલ ન હતા. જેથી ઇ કોમર્સ કંપની અને ઉત્પાદક કંપની સામે પ્રોસિક્યુશન કેસ નોંધાયો છે. આ જ પ્રમાણે એમેઝોન કંપનીની સાઇટ પર શાહનાઝ હુસેન કંપનીની ફેસિયલ કીટની પ્રોડક્ટ પર તથા એન-પ્રી-મસાજ-સ્ક્રબ રાજકોટની પ્રોડક્ટ પર કાયદા-નિયમો મુજબ નિર્દેશનો કરેલા ન હોવાથી ઇ કોમર્સ કંપની અને બંને ઉત્પાદક કંપની સામે પ્રોસિક્યુશન કેસ નોંધાયો છે.