Samsung Galaxy A71નો પહેલો સેલ, સ્નેપડ્રેગન 730 પ્રોસેસરની સાથે મળશે 4 રિયર કેમેરા

0
20

સેમસંગે પોતાની એ સીરિઝના સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A71 (Samsung Galaxy A71) ને ગત સપ્તાહે ભારતમાં લોન્ચ કર્યો છે, જ્યારે સેમસંગ ગેલેક્સી A71ની આજે એટલે કે 24 ફેબ્રુઆરીએ પહેલી સેલ છે. Galaxy A71ને આજથી ઓફલાઇન અને ઓનલાઇન સ્ટોરથી ખરીદી શકાશે. ફોનની ખાસિયતોની વાત કરીએ તો તેમા ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ફોનમાં Android 10નો સપોર્ટ આપવામાં આવ્યો છે.

  • સેમસંગ ગેલેક્સી એ71 સ્માર્ટફોનની સેલ આજથી શરૂ
  • યૂઝર્સને ગેલેક્સી એ71 સ્માર્ટફોનમાં ચાર કેમેરાનો સપોર્ટ મળશે
  • ઓફલાઇન અને ઓનલાઇન સ્ટોરથી ખરીદી શકશો સ્માર્ટફોન

Samsung Galaxy A71ની કિંમત-લોન્ચિંગ ઓફર્સ

Samsung Galaxy A71ની કિંમત 29,999 રૂપિયા છે. આ કિંમતમાં આપને 8 GB રેમની સાથે 128 GBની સ્ટોરેજ મળશે. Galaxy A71 પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ સિલ્વર અને પ્રિઝ્મ ક્રશ બ્લૂ કલર વેરિએન્ટમાં મળશે.

આ ફોનમાં ડુઅલ સિમ સપોર્ટની સાથે Android 10 આપવામાં આવ્યું છે. ફોનમાં 6.7 ઇન્ચની ફૂલ એચડી પ્લસ સુપર અમોલેડ ડિસપ્લે છે જેનું રિઝોલ્યૂશન 1080×2400 પિક્સલ છે. ફોનમાં ક્વોલકોમનું સ્નેપડ્રેગન 730 ઓક્ટાકોર પ્રોસેસર છે.

Samsung Galaxy A71નો કેમેરો

સેમસંગના આ ફોનમાં ચાર રિયર કેમેરા છે જેમાંથી મેન કેમેરા 64 મેગાપિક્સલના f/1.8 અપર્ચર વાળો છે. જ્યારે બીજો લેન્સ 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ, ત્રીજો લેન્સ 5 મેગાપિક્સલનો ડેફ્થ અને ચોથો લેન્સ 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે તેમા 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

Samsung Galaxy A71ની બેટરી

કનેક્ટિવિટી માટે તેમા 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ, જીપીએસ અને યૂએસબી ટાઇપ-સી ચાર્જિગ પોર્ટ મળશે. આ ઉપરાંત ફોનમાં ઇન-ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. Samsung Galaxy A71માં 4500 mAhની બેટરી છે જેની સાથે 25 વોટનો ફાસ્ટ ચાર્જર મળશે.