Friday, March 29, 2024
Homeઅમદાવાદ : કોરોનાથી પોલીસ વિભાગમાં પ્રથમ મોત, અમદાવાદના હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ, પોલીસ...
Array

અમદાવાદ : કોરોનાથી પોલીસ વિભાગમાં પ્રથમ મોત, અમદાવાદના હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ, પોલીસ કમિશનરે દુઃખ વ્યક્ત કર્યું

- Advertisement -
  • હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ થતા પોલીસ બેડામાં શોક
  • કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના સ્ટાફને ક્વૉરન્ટીન કરાયો
  • અમદાવાદ કમિશનર આશિષ ભાટિયાએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

અમદાવાદ. કોરોના સામેની જંગમાં પોલીસર્મીઓ પોતાના જીવને જોખમમાં મુકીને સામાન્ય જનતા આ જીવલેણ રોગના ચેપથી દૂર રહે એ માટે સતત કાર્યરત છે. જોકે કોરોનાનો ચેપ હવે એક પોલીસકર્મીને પણ ભરખી ગયો છે. રાજ્યમાં કોરોનાથી કોઇ પોલીસકર્મીનું મોત થયું હોય તેવો આ પહેલો બનાવ છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક આવા જ પોલસકર્મી ફરજ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જોકે તેઓ કોરોના સામેની જંગ હારી જતા આજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીના નિધનથી પોલીસ બેડામાં શોક ફેલાયો છે. અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ભરતજી

ભરતજી સોમાજી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેઓ સારવાર લઇ રહ્યાં હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ઉપરાંત કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI રણજીતસિંહનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અન્ય એક પોલીસકર્મીને કોરોના પોઝિટિવ આવતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના D સ્ટાફને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે.

હેડ કોન્સ્ટેબલના નિધન પર આશિષ ભાટિયાની ટ્વિટ

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular