Thursday, March 28, 2024
Home600 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર : દિગ્ગજોએ એન્ડરસનને અભિનંદન પાઠવ્યા,...
Array

600 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર : દિગ્ગજોએ એન્ડરસનને અભિનંદન પાઠવ્યા, કોહલીએ કહ્યું- મેં જે બેસ્ટ બોલર્સનો સામનો કર્યો, તેમાંથી તમે એક છો

- Advertisement -

600 ટેસ્ટ વિકેટ લેનાર વર્લ્ડના પહેલા ફાસ્ટ બોલર ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનના વર્તમાન અને પૂર્વ ખેલાડીઓએ વખાણ કર્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, મેં જે બેસ્ટ બોલર્સનો સામનો કર્યો છે, તેમાંથી તમે એક છો. BCCIના અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ ટ્વીટ કરીને એન્ડરસનને અભિનંદન પાઠવ્યા હતા.

 

ગાંગુલીએ લખ્યું કે, બોલર માટે 156 ટેસ્ટ રમવું બહુ મોટી વાત છે. તમારી સફળતાથી દરેક યુવા ઝડપી બોલરને આત્મવિશ્વાસ મળશે કે આ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે.વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ બેટ્સમેન વિવિયન રિચાર્ડ્સે પણ એન્ડરસનની પ્રશંસા કરી હતી. તેમણે ટ્વીટ કર્યું, ખરેખર કમાલનો રેકોર્ડ. તમને વધુ શક્તિ મળે.

 

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલરો શોએબ અખ્તર અને વસીમ અકરમે પણ અંગ્રેજી બોલરની પ્રશંસા કરી હતી. અખ્તરે કહ્યું – કોઈ પણ મીડિયમ ફાસ્ટ બોલર માટે 156 ટેસ્ટ રમવી તે પોતાનામાં એક સિદ્ધિ છે. તમને અભિનંદન.

 

વસીમ અકરમે કહ્યું કે સખત મહેનત, જુસ્સો અને ક્યારેય હાર ન માનવાની ભાવના એ એન્ડરસનની કારકીર્દિની વિશેષતા છે. ચેમ્પિયન બોલરને 600 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બનવા બદલ અભિનંદન. ભવિષ્ય માટે શુભેચ્છાઓ

 

એન્ડરસન કુંબલેથી 19 વિકેટ દૂર

  • ટેસ્ટમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. મુરલીએ 133 ટેસ્ટમાં 800 વિકેટ લીધી છે.
  • જ્યારે ઓસ્ટ્રેલિયાનો શેન વોર્ન 145 ટેસ્ટમાં 708 વિકેટ સાથે બીજા અને ભારતનો અનિલ કુંબલે 132 ટેસ્ટમાં 619 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.
  • આમ, એન્ડરસન કુંબલેથી માત્ર 19 વિકેટ દૂર છે અને તેને પાછળ છોડીને આ સૂચિમાં ત્રીજા સ્થાને આવી શકે છે.

ટેસ્ટમાં ફાસ્ટર્સ દ્વારા સૌથી વધુ વિકેટ:

  • 600* વિકેટ: જેમ્સ એન્ડરસન
  • 563 વિકેટ: ગ્લેન મેકગ્રા
  • 519 વિકેટ: કર્ટની વોલ્શ
  • 514 વિકેટ: સ્ટુઅર્ટ બ્રોડ
  • 439 વિકેટ: ડેલ સ્ટેન
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular