7 દિવસ, 7 મહાદ્વીપ અને 7 મેરથોનની ચેલેન્જ પૂરી કરનાર પ્રથમ ભારતીય

0
22

વર્લ્ડ મેરથોન પૂરી કરનારા આદિત્ય રાજ પહેલા ભારતીય બન્યા છે. તેઓ સાત દિવસમાં સાત મહાદ્વીપમાં સાત મેરથોન દોડયા હતા. ગુંડગાંવના રહેવાસી આદિત્યએ મેરથોન ચેલેન્જની શરૂઆત દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી કરી હતી. અને છેલ્લી મેરથોન અમેરિકાના મિયામી હેરમાં પૂરી કરી હતી. આ ચેલેન્જ દરમ્યાન તેઓ એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ અને સાઉથ અમેરિકામાં પણ મેરથોન દોડયા હતા.

દર વર્ષે યોજાતી આ મેરથોનમરાં 27 પુરુષ અને 15 મહિલા એમ કુલ 32 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 32 લાખ રૂપિયાની એન્ટી ફી ધરાવતી આ મેરથોન પુરી કરવા માટે 168 કલાકને સમય મળે છે. આદિત્યએ 164 કલાકમાં આ રેસ પૂરી કરી હતી.

રેસ દરમિયાન વિશ્વના સાત દેશોમાં સફર કરવી પડતી હોય છે. સામાન્યપણે એક મેરથોન પૂરી કર્યા પછી 3-4 દિવસ રિકવરીના લાગે છે, પરંતુ આ રેસમાં એક સ્થળ પરની રેસ ખતમ કરી ફલાઈટમાં બેસી બીજા દેશમાં પહોંચી ફરી રેસ કરવાની હોય છે. આમ 14-14 કલાકે એક રેસ કરવી પડતી હોય છે. શરીર શિથિલ થઈ જાય, મસલ્સ ટાઈટ થઈ જાય અને કેમ્પસ આવવા લાગે અને એનર્જી લેવલ ઘણું જ નીચે જતું રહે એવી કપરી સ્થિતિમાં પણ આ રેસ ચાલુ રાખવાની હોય છે.

બીજી મેરથોન શરૂ કરતા પહેલા પ્રત્યેક ખેલાડી રેસ પૂરી કરે ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે. આદિત્યનું કહેવું છે કે આ રેસમાં આરામને બિલકુલ સમય ન મળતો હોવાથી માનસિક રીતે તમે કેટલા સ્ટ્રોન્જ છો એ બહુ મહત્વનું બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here