પાયલટનું પદ છોડ્યા પછી પ્રથમ ઈન્ટરવ્યુ : ભાજપમાં જોડાવાનો નથી; 6 મહિનાથી સિંધિયાને મળ્યો નથી,રાજદ્રોહના આરોપમાં નોટિસથી મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે

0
7

જયપુર. રાજસ્થાનમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે સચિન પાયલટ પહેલી વખત સામે આવ્યા છે. તેમણે ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હું સ્પષ્ટ કરી દઉ કે ભાજપમાં જોડાવાનો નથી. હું ભાજપના કોઈ નેતાને પણ મળ્યો નથી. લગભગ 6 મહિનાથી જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ મળ્યો નથી. હું હાલ કહી શકું છું કે મારા લોકો માટે કામ કરવાનું ચાલું રાખીશ. પાયલટે કહ્યું કે, રાજ્ય પોલીસે મને એક નોટિસ આપી હતી, જેમાં રાજદ્રોહના આરોપ લગાવાયો હતો. જેનાથી મારા આત્મ સન્માનને ઠેસ પહોંચી છે.

કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજી સાથે મારી કોઈ વાત નથી થઈ. પ્રિયંકા ગાંધીજીએ મારી સાથે ફોન પર વાત કરી હતી, આ એક વ્યક્તિગત વાતચીત હતી.

અમે રાજદ્રોહ કાયદાના વિરોધી, આ મારા વિરુદ્ધ જ ઉપયોગ કરાયું
પાયલટે કહ્યું કે, જો કોઈ તમને 2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટો યાદ હોય ચો અમે કઠોર રાજદ્રોહ કાયદાનું ખંડન કરવાની વાત કહી હતી.આ જ કોંગ્રેસ સરકાર પોતાના જ મંત્રીઓ વિરુદ્ધ અપનાવી રહ્યા છે. મારું પગલું અન્યાય વિરુદ્ધ એક અવાજ હતો.

હું કોઈ પ્રકારનો પાવર નથી ઈચ્છતો
પાયલટે કહ્યું કે,હું મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ નથી, ન કોઈ પ્રકારનો પાવર કે પદ ઈચ્છું છું. અમે ગેરકાયદે ખનન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. વસુંધરા રાજે સરકાર પર ગેરકાયદે ખનનની લીજને ખતમ કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. સાથે જ સત્તામાં આવ્યા પછી હું ઈચ્છતો હતો કે ચૂંટણીમાં જનતાને કરવામાં આવેલા વાયદા પુરા કરવામાં આવે, પરંતુ ગેહલોત જીએ કંઈ નથી કર્યું. એ પણ એ જ રસ્તે ચાલી નીકળ્યા છે.

મને રાજસ્થાનના વિકાસનું કામ કરવાની મંજૂરી આપવામાં નહોતી આવી
પાયલટે કહ્યું મને અને મારા સાથી કાર્યકર્તાઓને રાજસ્થાનના વિકાસ માટે કામ કરવાની મંજૂરી નહોતી આપી.અધિકારીઓને મારા આદેશોનું પાલન ન કરવા માટે કહેવાયું હતું. ફાઈલ મારા પાસે મોકલવામાં નહોતી આવી. કેબિનેટની બેઠકો મહિના સુધી નહોતી થતી. આવા પદનો શું અર્થ જ્યાં બેસીને હું જનતાને કરેલા વાયદા પુરા ન કરી શકું?આ અંગે ઘણી વખત અવિનાશ પાંડે અને પાર્ટીના મોટા નેતાઓને પણ જાણકારી આપી હતી, ગેહલોત જી સાથે પણ વાત કરી, પરંતુ બેઠકો નહોતી થતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here