પ્રાંતિજ : પ્રથમ નોરતે વરસાદ ને લઇને નવરાત્રી ના રંગ માં પડયો ભંગ,

0
66

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા માં મેઘરાજા આ વર્ષે નવરાત્રી ના પ્રથમ નોરતે જ સવાર થી જ દિવસ દરમ્યાન આવન-જવાન કરતા પ્રથમ નોરતુ બગડયું હતું તો મહોલ્લા ઓ પોળો માં શેરી ગરબા યથાવત.

 

વરસાદ વિલન બનતા નવરાત્રી માં વિલમ  .

પ્રથમ નોરતે વરસાદ વરસતા પહેલુ નોરતુ બગડયું  .

ખૈલયા ઓમાં નિરાશા જોવા મળી  .

મારી શેરી મારો ગરબો યંત્ર યુગમાં પણ યથાવત  .

 

 

આ વર્ષે મેઘરાજા મનમુકી ને વરસી રહ્યાં છે ત્યારે શ્રાવણ માસ , ગણેશ મહોત્સવ અને હવે નવરાત્રી માં પણ મેઘરાજા નું આગમન યથાવત રહેતા હાલ ગુજરાતમાં લીલી દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઇ છે તો નવરાત્રી માં વરસાદ વરસતા હાલતો યુવાધન સહિત ખૈલયાઓમાં નારાજગી જોવા મળી રહી છે અને નવરાત્રી ચોકો મા પાણી ભરાવાથી કે કિંચડ થવાથી પ્રથમ નોરતુ માત્ર માં ની આરતી સાથે પ્રસાર થયું હતું.

 બાઇટ : નિરવભાઇ પરીખ (રાદલ માઇ મંડળ સભ્ય)

 

તો પોળો અને મહોલ્લા ઓમાં આજે પણ યંત્ર યુગમાં પણ મારી શેરી મારો ગરબો યથાવત હોય તેવું પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ ગુજ્જર ની પોળ માં જોવા મળ્યું હતું અહી માં નો ગરબો મુકી ને પોળ ની મહિલા ઓ ગરબે ઘૂમતી નજરે પડી હતી અને મૂળ ભારતીય સંસ્કૃતિ ના દર્શન અહી જોવા મળ્યા હતાં ત્યારે યંત્ર યુગમાં પણ હજુ શેરી ગરબા યથાવત છે ત્યારે મૂળ ભારતીય સંસ્કૃતિ નો વારસો ગરબા હજુ પણ યથાવત છે એમ કહીએ તો નવાઇ નહી .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here