Friday, August 6, 2021
Homeપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં છેલ્લા 7 મહિનાથી બંધ લાઈટ એન્ડ સાઉન્ડ શો આજથી...
Array

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં છેલ્લા 7 મહિનાથી બંધ લાઈટ એન્ડ સાઉન્ડ શો આજથી શરૂ

કોરોના મહામારી વચ્ચે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં છેલ્લા 6-7 મહિનાથી લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ હતો. જે આજથી ફરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. કોવિડ-19ની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવશે. જો કે મંદિરમાં 10 વર્ષથી નીચેના અને 65 વર્ષથી ઉપરના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત

સોમનાથ મંદિરના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો લોકો માટે આજથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં આ શો વિઝ્યુલાઈઝ કરવામાં આવે છે. કોરોનાની મહામારીના કારણે ગત 22 માર્ચથી આ લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ હતો. જે આથી ફરી શરૂ કરવામાં આવ્યો છે. જો કે મંદિરમાં પ્રવેશ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવું ફરજીયાત રહેશે.

યાત્રિકોને સવાર, બપોર અને સાંજની આરતીમાં પ્રવેશ નહીં

સોમનાથ મંદિરના દર્શનનો સમય સવારે 07-30થી 11-30 સુધી, બપોરે 12-30થી 6-30 સુધી અને સાંજે 07-30થી 10-00 કલાક રાખવામાં આવ્યો છે. જેથી દર્શનાર્થીઓ દર્શનનો અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનો લાભ લઈ શકશે. પરંતુ યાત્રિકોને સવાર, બપોર અને સાંજની આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જ્યારે સોમનાથ મંદિરના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ અને સાઉન્ડ શો સરકારની અનલોક- 05ની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે આજથી શરૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments