અપકમિંગ : રોબર્ટ પેટિન્સનનો ‘ધ બેટમેન’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો, બેટમેનનો રોલ પ્લે કરનારો સૌથી નાનો એક્ટર રોબર્ટ પેટિન્સન

0
21

હોલિવૂડ ડેસ્ક: ‘ટ્વાઇલાઇટ’ ફેમ રોબર્ટ પેટિન્સનનો ‘ધ બેટમેન’ ફિલ્મનો બેટમેન તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ફિલ્મના ડિરેક્ટર મેટ રીવ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ કેમેરા ટેસ્ટના વીડિયોમાં બેટમેનનો સ્યુટ અને તેની આઇકોનિક કેપ, કાઉલ દેખાય છે. તેમાં નવો બેટ લોગો પણ છે. ફિલ્મનું શૂટિંગ 28 જાન્યુઆરીથી શરૂ થયું છે. મેટ રિવ્સ આ ફિલ્મને કો-પ્રોડયૂસ પણ કરવાના છે.

વોર્નર બ્રધર્સની આ ફિલ્મમાં રોબર્ટ ગોથમ સિટીના ડિટેક્ટિવ બેટમેન અને બિલ્યનેર બ્રુસ વેનના રોલમાં છે. બેન એફલેકે જ્યારે ‘બેટમેન’ ફિલ્મ 2017માં જાન્યુઆરીમાં છોડી ત્યારબાદ રોબર્ટને કાસ્ટ કરવામાં આવ્યો. રસપ્રદ વાત એ છે કે 32 વર્ષીય રોબર્ટ ઓનસ્ક્રીન બેટમેનનો રોલ પ્લે કરનારો સૌથી નાની ઉંમરનો એક્ટર છે

ફિલ્મની સ્ટારકાસ્ટમાં કોલીન ફેરલ પેંગ્વિનના રોલમાં, પોલ ડેનો રિડલરના રોલમાં, ઝોઈ ક્રેવિત્ઝ કેટવુમનના રોલમાં છે. ફિલ્મમાં બ્રુસ વેનના બટલરના રોલમાં આલ્ફ્રેડ પેનીવર્થ છે. ફિલ્મ આવતા વર્ષે 2021માં 25 જૂનના રિલીઝ થશે.