સૌથી પહેલી MAHINDRA THAR ની હરાજીએ 1 કરોડનો આંકડો આંબ્યો

0
10

હાલમાં જ થોડા દિવસો પહેલા Mahindra ની પહેલા Tharની નિલામી થવાની વાત અંગે સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું હતું. Mahindra Thar પર લાગી રહેલી નિલામીનો આંકડો 90 લાખ પર પહોંચી ગયો છે અને હવે તે ઘડી પણ આવી ગઈ છે જ્યારે નિલામીની કિંમત 1 કરોડ ઉપર પહોંચી ગઈ છે.

આ નિલામીની આટલી મોટી કિંમત લગાવનારો દિલ્હીનો રહેવાસી છે અને તેનું નામ આકાશ મિંડા છે. આજે બધી બોલીઓ માટેનો અંતિમ દિવસ છે અને આ મુકામ પર પહોંચવું ખરેખરમાં ઘણી મોટી વાત છે. Thar#1 માં અત્યાર સુધીમાં 5444 લોકોએ રજીસ્ટ્રેશન કરીને બોલી માટે પોતાની રૂચિ દર્શાવી હતી.

Thar#1 ની નિલામી એક કારણ માટે કરવામાં આવી રહી છે. કારનો માલિક રાહત કાર્ય જેવા સારા કામમાં પોતાનું યોગદાન આપશે. જીતવાવાળી બોલીને પસંદ કરવા માટે નવી Tharના પાંચ વેરિયન્ટ અને છ કલર્સનો ઓપ્શન આપવામાં આવશે. કંપની નિલામીમાંથી મળેલી રકમના બરાબર પોતાની તરફથી પણ યોગદાન આપશે. એટલું તો નિશ્ચિત છે કે કોરોના રાહત કાર્યમાં સમર્થન માટે ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા આપવામાં આવશે તે નક્કી છે.

કંપનીની પહેલી કારનો માલિક ત્રણ સંગઠનોમાં દાન માટે કોઈ એકને પસંદ કરશે. તેમાં ખાદ્ય અને કૃષિ ક્ષેત્રમાં કામ કરનારી નંદી ફાઉન્ડેશન, ગ્રામીણ વિસ્તારમાં કામ કરતી સ્વદેશ ફાઉન્ડેશન અને પીએમ કેર ફંડ પણ સામેલ છે. વિજેતાની ઘોષણા 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે કરવામાં આવશે. જેની સાથે Tharની કિંમતોની પણ જાહેરાત કરવામાં આવશે.

આ એકલી એવી Thar હશે જેમાં Thar#1ના બેઝ સાથે, વાહન માલિકના નામનો પહેલો અક્ષર પણ છપાયેલો પહેશે. સાથે ડેશબોર્ડ અને સીટ પર સીરિયલ નંબર #1 લખવામાં આવશે. આ કારની નિલામી 25 લાખથી શરૂ કરવામાં આવી હતી. આ કારમાં 2.0 લીટરનું પેટ્રોલ એન્જિન આપાવમાં આવ્યું છે, જે 150 BHPનો પાવર અને 320 ન્યૂટન મીટરનો ટોર્ક આપે છે. જ્યારે ડીઝલ મોડેલમાં 2.2 લીટરનું એન્જિન હશે, જે 130 BHPનો પાવર અને 350 ન્યૂટન મીટરનો ટોર્ક આપે છે. ટ્રાન્સમિશન માટે તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટીક ગિયરબોક્સ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here