ગલવાન અથડામણના 80 દિવસ પછી પ્રથમ બેઠક : રશિયામાં રાજનાથસિંહ અને ચીનના રક્ષામંત્રી વચ્ચે બેઠકમાં અઢી કલાક ચર્ચા થઇ, ભારતે સ્પષ્ટ કહ્યું- LAC પર સૈન્યને વધારવું તે સમજૂતીનું ઉલ્લંઘન

0
0

ગલવાન ઘાટીમાં અથડામણ (15 જૂન) બાદ પહેલી વખત ભારત અને ચીનના રક્ષામંત્રી વચ્ચે શુક્રવારે રશિયામાં યોજાયેલી બેઠકમાં આમને- સામાને વાતચીત થઇ હતી. અઢી કલાક સુધી ચાલેલી આ બેઠક યોજાઈ હતી. શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકને લઈને રાજનાથસિંહ રશિયાના પ્રવાસે છે. ભારત અને ચીનના રક્ષામંત્રી વચ્ચે યોજાયેલી બેઠકમાં વાતચીતમાં મુખ્ય મુદ્દો સરહદ વિવાદ હતો. રાજનાથસિંહે વિદેશમંત્રી વેઇ ફેંગેને કહ્યું કે ગલવાન ઘાટી સહીત લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર છેલ્લા કેટલાક મહિનાઓથી તણાવભર્યો માહોલ છે. સરહદ પર ચીન દ્વારા પોતાના સૈન્યને વધારવું તે આક્રમક વર્તન દર્શાવે છે. જે દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન છે.

રાજનાથસિંહે કહ્યું હતું કે ભારતીએ સેનાએ સરહદ પર સંયમિત વ્યવહાર દર્શાવ્યો છે. પરંતુ તે પણ સાચું છે કે તે જ સમયે ભારતની સાર્વભૌમત્વ અને ભારતીય સરહદોની સંરક્ષણ અંગે કોઈ સમાધાન થયું ન હતું. બંને પક્ષોએ તેમના નેતાઓની સમજના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવું જોઈએ, જેથી સરહદ પર શાંતિ કાયમ રહે. આ સાથે બંને દેશોએ તેવી કાર્યવાહીથી પણ બચવું જોઈએ, જેનાથી વિવાદ વધુ વકરી શકે.

રાજનાથની ચીનને સલાહ

રક્ષામંત્રી રાજનાથસિંહે ​​​​​કહ્યું હતું કે ચીને જલ્દીથી ભારત સાથે મળીને કામ કરવું જોઈએ, જેથી લદ્દાખમાં સમજૂતી અને પ્રોટોકોલના આધાર પર પેગોન્ગ તળાવ જેવા વિવાદિત વિસ્તારોમાંથી બંને પક્ષે સૈન્ય કાર્યવાહી કરી શકાય. હાલની પરિસ્થિતિ જોતાં બંને પક્ષે જવાબદારી બતાવવી જોઈએ. કોઈપણ એવા પગલાં ન લો જેનાથી પરિસ્થિતિ વધુ તણાવભરી બને.

મેં મહિનાથી જ ચીન સરહદ પર તણાવભરી પરિસ્થિતિ

15 મેં ના રોજ લદ્દાખના ગલવાનમાં ચીન સેનાના સૈનિકોએ ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં ચીનના પણ 35 સૈનિકો માર્યા ગયા હતા, પણ ચીને હાજી સુધી આ બાબતે પુષ્ટિ કરી નથી. વિવાદને સમાપ્ત કરવા માટે છેલ્લા કેટલાક મહિનામાં ચીન અને ભારત વચ્ચે ઘણી વખત સૈન્ય અને અધિકારીક સ્તર પર વાતચીત થઇ ચુકી છે, પણ ચીન હજી પણ અવળચંડાઈ કરવાનું બંધ કરી રહ્યું નથી.

75 દિવસ પછી ફરી ચીને કરી ઘૂસણખોરી

1 ઓગસ્ટના રોજ સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક નોંધ જાહેર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સરહદ પર ચીને ફરી અવળચંડાઈ કરતા ઉલ્લંઘન કર્યું છે. નોંધ મુજબ, 29 ઓગસ્ટની રાત્રે, ચીની સેનાએ પૂર્વી લદ્દાખના ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ ચીની સેનાના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, આ પહેલા ચીને લદ્દાખ નજીક પોતાના J- 20 ફાઈટર પ્લેનને પણ તૈનાત કર્યા હતા. સંરક્ષણ મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે ભારતીય સેનાએ ચીની સૈનિકોને પેગોન્ગ સો સરોવરના દક્ષિણ કાંઠે જ અટકાવી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here