૩૧ જુલાઇ ૧૯૯૫માં પ્રથમ જ મોબાઇલ કોલ કરાયો હતો

0
47

આજના દિવસે જ ભારતમાં પ્રથમ વખત મોબાઇલ કોલની શરૂઆત થઇ હતી. વર્ષ ૧૯૯૫માં દેશમાં આજે પ્રથમ મોબાઇલ કોલ કરાયો હતો. ૨૪ વર્ષ પહેલા ભારતમાં મોબાઇલ ક્રાંતિની શરૂઆતની આજે શરૂઆત થઇ હતી. તે વખતથી લઇને આજ સુધીની વાત કરવામાં આવે તો દેશ દુનિયાના સૌથી મોટા ટેલિકોમ માર્કેટ તરીકે છે. ભારતમાં અતિ ઝડપથી મોબાઇલ ફોન યુઝર્સની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ૩૧મી જુલાઈ ૧૯૯૫ના દિવસે પશ્ચિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી જેપી બસુએ પ્રથમ વખત મોબાઇલ કોલ કરીને તત્કાલિન કેન્દ્રીય દૂરસંચારમંત્રી સુખરામ સાથે વાત કરી હતી. જ્યોતિ બસુએ આ કોલ કોલકાતાની રાઇટર્સ બિલ્ડિંગથી નવી દિલ્હી સ્થિત સંચારભવનમાં કર્યો હતો.

ભારતની પ્રથમ મોબાઇલ ઓપરેટર કંપની મોદી ટેલેસ્ટ્રા હતી. તેની સર્વિસને મોબાઇલ નેટ નામથી ઓળખવામાં આવતું હતું. પ્રથમ મોબાઇલ કોલ આજ નેટવર્ક ઉપરથી કરવામાં આવ્યો હતો. મોદી ટેલેસ્ટ્રા ભારતના મોદી ગ્રુપ અને ઓસ્ટ્રેલિયાની ટેલિકોમ કંપની ટેલેસ્ટ્રાના જાઇન્ટ વેન્ચર તરીકે હતી. આ કંપની એવી આઠ કંપનીઓમાંથી હતી જેને દેશમાં સેલ્યુલર સર્વિસ પ્રોવાઇડર કરવા માટે લાયસન્સ મળ્યું હતું. ભારતમાં મોબાઇલ સેવાને લોકો સુધી પહોંચવામાં સમય લાગ્યો છે. આનું કારણ મોંઘા કોલ ટેરિફ હતા. શરૂઆતમાં એક આઉટગોઇંગ કોલ માટે ૧૬ રૂપિયા લાગતા હતા.

પ્રતિ મિનિટ ૧૬ રૂપિયાનો ચાર્જ ખુબ ભારે પડતો હતો. પ્રથમ રિંગ વાગ્યા બાદ હજુ સુધી મોબાઇલ ફોનમાં અનેક ક્રાંતિઓ આવી ચુકી છે. મોબાઇલ નેટવર્કની શરૂઆતના સમય આઉટગોઇંગ કોલ ઉપરાંત ઇનકમિંગ કોલના પૈસા ચુકવવા પડતા હતા. મોબાઇલ સેવા શરૂ થવાના પાંચ વર્ષ બાદ સુધી મોબાઇલ ધારકોની સંખ્યા ૫૦ લાખ સુધી પહોંચી હતી પરંતુ ત્યારબાદ તેની ગતિ અનેકગણી વધી હતી. આગામી ૧૦ વર્ષમાં મોબાઇલ ગ્રાહકોનું નેટવર્ક વધીને ૬૮૭.૭૧ મિલિયન થયું છે. ૧૯૯૫માં વિદેશ સંચાર નિગમ લિમિટેડે સ્વતંત્રતાના દિવસના ઇન્ટરનેટ કનેક્ટીવીટીની ભેટ આપી હતી.

કંપનીએ દેશમાં ગેટવે ઇન્ટરનેટ એક્સિસ સર્વિસ લોંચ કરવાની જાહેરાત કરી હતી. શરૂઆતમાં આ સેવા ચાર શહેરોમાં શરૂ થઇ હતી. લોકો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન આઈનેટ મારફતે લીઝ લાયસન્સ અથવા તો ડાયલઅપ ફેસિલિટીની સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા તે વખતે ૫૦ કલાક માટે ૫૦૦૦ રૂપિયા આપવાની ફરજ પડતી હતી જ્યારે કોર્પોરેટ માટે આ ફી ૧૫૦૦૦ રૂપિયા હતી. હાલમાં ભારતમાં કુલ વસતી પૈકી ૨૨ ટકા લોકોની પાસે મોબાઇલ છે જ્યારે વસ્તીના માત્ર ૨૫ ટકા લોકોની પાસે જ ઇન્ટરનેટ સેવા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here