અમેરિકામાં પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ : બાઇડનનો આરોપ- વંશવાદી હિંસામાં વધારો, રાષ્ટ્રપતિએ દેશના ભાગલા પાડવાનું કાવતરું ઘડ્યું; ટ્રમ્પે કહ્યું…..

0
6

અમેરિકામાં રાષ્ટ્રપતિપદના બે ઉમેદવારો વચ્ચે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ શરૂ થઈ ચૂકી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમને પડકાર આપી રહેલા ઉમેદવાર ઓહાયો કે ક્લીવલેન્ડમાં સામસામે છે. કોરોના વાઈરસને કારણે આ વખતની તસવીર થોડીક બદલાયેલી લાગી રહી છે. ડિબેટ 90 મિનિટ ચાલશે. કોરોના અંગે બાઇડને આરોપ લગાવ્યા કે રાષ્ટ્રપતિ પાસે બીમારીને અટકાવવા માટે કોઈ યોજના નથી. ટ્રમ્પે કહ્યું, જો આ વખતે સત્તામાં બાઇડન હોત તો 20 કરોડ મોતનાં મોત થઈ ચૂક્યાં હોત. બાઇડને ટ્રમ્પને ખોટા ગણાવ્યા.

ફોક્સ ન્યૂઝના એન્કર ક્રિસ વોલેસ છે. 2016માં ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટનની પહેલી ડિબેટ પણ વોલેસે જ કરાવી હતી. હોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં પત્ની મેલાનિયા અને દીકરી ઈવાન્કા પણ હાજર છે. બન્ને ઉમેદવારને ક્લીવલેન્ડના સેમસન પવેલિયન પહોંચવાનું હતું. ટ્રમ્પ સ્થાનિક સમય પ્રમાણે રાતે 8.31 વાગ્યે, જ્યારે બાઇડન 8.33 વાગ્યે પહોંચ્યા હતા. સ્ટેજ પર પહોંચ્યા પહેલાં તેમણે સલાહકારો સાથે ચર્ચા કરી હતી.

આ 6 મુદ્દા પર ચર્ચા, પહેલી ડિબેટમાં કુલ 6 મુદ્દા છે. બન્ને ઉમેદવારોના રેકોર્ડ, સુપ્રીમ કોર્ટ, કોરોના વાઈરસ, ઈકોનોમી, વંશવાદ-હિંસા અને ઈલેક્શન ઈન્ટેગ્રિટી અથવા ચૂંટણી અખંડતા.

કયા મુદ્દે શું ચર્ચા થઈ

સુપ્રીમ કોર્ટ
બાઇડનઃ ડેમોક્રેટ ઉમેદવાર બાઇડને કહ્યું હતું કે ચૂંટણી એકદમ સામે છે. જોકે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને પરંપરાને ધ્યાનમાં રાખીને નવા જજ તરીકે એમી કોને બેરેટનું નામ પસંદ જ નહોતું કરવું. અમેરિકન લોકોના આ પ્રસ્તાવ અને નિમણૂક અંગે પ્રશ્ન કરવાનો હક છે. ચૂંટણીપ્રક્રિયા વચ્ચે આ પ્રકારની નિમણૂક યોગ્ય નથી. આપણે ચૂંટણીપરિણામોની રાહ જોવી જોઈએ.

ટ્રમ્પઃ રાષ્ટ્રપતિ તરીકે મારી પાસે આ અધિકાર છે કે હું સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કરી શકું. ચૂંટણી સાથે તેને કોઈ લેવાદેવા નથી. દરેક ચૂંટણીની અલગ અસર હોય છે, પરંતુ બાઈડન એ કેમ ભૂલ જાય છે કે નિમણૂકને છેલ્લે સેનેટ પાસેથી મંજૂરી લેવાની પ્રક્રિયા છે. અમે પણ તેનું પાલન કરીશું. અમારી પાસે બહુમતી પણ છે. તમે કેમ ભૂલી જાઓ છો કે ચાર વર્ષ પહેલાં સેનેટના મેજોરિટી લીડર મિચ મેક્ડોનેલે મેરિક ગાર્લેન્ડની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક અટકાવી દીધી હતી. ત્યારે તો તમારી પાર્ટીના બરાક ઓબામા જ રાષ્ટ્રપતિ હતા.

બાઇડને કહ્યું- શટઅપ
ડિબેટ દરમિયાન બાઇડન કંઈક કહી રહ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો તો તેઓ ઉશ્કેરાઈ ગયા. તેમણે કહ્યું, શટઅપ મેન, એટલે કે ચૂપ રહો. આ મામલો સુપ્રીમ કોર્ટ સાથે સંબંધિત હતો. જોકે બાઈડેન અહીં ફસાયા પણ હતા. બાઈડને સુપ્રીમ કોર્ટમાં એમી કોને બેરેટની નિમણૂકનો વિરોધ કર્યો તો ટ્રમ્પે તાત્કાલિક તેમને બરાક ઓબામાના કાર્યકાળની યાદ અપાવી દીધી.

કોરોના વાઇરસ

બાઇડનઃ આ શરમની વાત છે કે અમેરિકા જેવા વિકસિત દેશમાં 2 લાખ લોકો મહામારીને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. વાસ્તવિકતા તો એ છે કે કોઈ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના એડમિનિસ્ટ્રેશન પાસે મહામારી સામે પહોંચી વળવાનો કોઈ પ્લાન નથી. ફેબ્રુઆરીમાં તો તેમને અંદાજો પણ નહોતો કે આ આટલો ગંભીર મુદ્દો છે. તેઓ જનતાથી છુપાવવા માગતા હતા. હું રાષ્ટ્રપતિ હોત તો હેલ્થ કેર વર્કર્સ અને જનતા બન્નેને બચાવત.

ટ્રમ્પઃ જો હું એવું કહું કે કોરોના ચીનના કારણે ફેલાયો તો એેમાં ખોટું શું છે? દેશના મોટા ભાગના ગવર્નર મારું સમર્થન કરે છે. તેમનું કહેવું છે કે મેં સારી કામગીરી કરી છે, જેમાં સરકારો અને ગવર્નર પણ સામેલ છે અને એ ન ભૂલશો કે માત્ર થોડાંક સપ્તાહમાં મારી પાસે વેક્સિન આવી જશે. હવે ઘણા ઓછા લોકોનાં મોત થઈ રહ્યાં છે. હું ચેલેન્જ કરું છું કે જો તમે રાષ્ટ્રપતિ હોત તો જે મેં કરી બતાવ્યું એ તમે ના કરી શકત. તમે રાષ્ટ્રપતિ હોત તો 20 કરોડ લોકોનાં મોત થાત.

ઈન્કમ ટેક્સ
ચર્ચા વચ્ચે જ ટ્રમ્પ અને બાઈડન વચ્ચે ઈન્કમ ટેક્સનો મુદ્દો પણ આવ્યો. ન્યૂયોર્ક ટાઈમ્સે દાવો કર્યો હતો કે ટ્રમ્પે 10 વર્ષ સુધી ટેક્સ ભર્યો ન હતો. ટ્રમ્પે દાવો કર્યો કે તેમને લાખો ડોલર ઈન્કમ ટેક્સ ભર્યો અને તેના પુરાવા પણ તેમની પાસે છે. કહ્યું- મેં લાખો ડોલરનો ટેક્સ ભર્યો છે, જેનું ઓડિટ ચાલી રહ્યું છે. જેવું એ પૂરું થઈ જશે, દુનિયા સામે વાસ્તવિકતા આવી જશે. આ અંગે બાઈડન ડિફેન્સિવ જોવા મળ્યા. તેમણે બચાવ કરતાં વાત બદલવાનો પ્રયાસ કર્યો. કહ્યું- રાષ્ટ્રપતિએ તેમના કાર્યકાળમાં અર્થવ્યવસ્થાને યોગ્ય રીતે સંભાળી નથી. બાઈડને કહ્યું, તમે અમેરિકન ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ સાબિત થયા છો.

ચર્ચા પછી ઈવાન્કાએ પિતાના સમર્થનમાં ટ્વીટ કર્યું.

https://twitter.com/IvankaTrump/status/1311107669823041543?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1311107669823041543%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Finternational%2Fnews%2Fdonald-trump-vs-joe-biden-first-presidential-debate-live-news-and-updates-127766808.html

અર્થવ્યવસ્થા
બાઇડનઃ
મહામારી દરમિયાન ટ્રમ્પ જેવા અરબપતિઓએ ખૂબ ફાયદો ઉઠાવ્યો છે. લોકોએ એ જોવું જોઈએ કે આપણા રાષ્ટ્રપતિ હોવાનો ફાયદો કેવી રીતે ઉઠાવ્યો છે. તેમણે ટેક્સ તરીકે માત્ર 750 ડોલર આપ્યા છે. છાપાં આ રિપોર્ટ છાપી રહ્યા છે. દેશની અર્થવ્યવસ્થા બગડી રહી છે. તમારે યાદ રાખવું પડશે કે જ્યાં સુધી કોવિડ-19 સામે પહોંચી નહીં વળીએ ત્યાં સુધી આર્થિક સ્થિતિ પણ સુધરશે નહીં.

ટ્રમ્પઃ મેં ક્યારેય નથી કહ્યું કે બજાર બંધ રાખો. દેશને બંધ કરો. જો તમે હોત તો આખો દેશ બંધ કરી દેત. અમે મહામારીના સમયમાં પણ ઈકોનોમીને સારી રીતે સંભાળી છે. તેના પુરાવા પણ છે. તમે તો દેશ બંધ કરવાની વાત કરી રહ્યા હતા. અમને એવી વ્યક્તિ બિલકુલ મંજૂર નથી જે કહે કે મહામારી છે તો દેશમાં બધું બંધ કરી દો. અમે મહામારીથી સામે પણ પહોંચી વળવાના પ્રયાસ કરી રહ્યા છીએ અને અર્થવ્યવસ્થા પણ ઠીક કરી રહ્યા છીએ.

ટ્રમ્પને ટોણોઃ આવડું મોટું માસ્ક ક્યારે નથી જોયું. ડિબેટ પહેલાં પણ ઘણી વખત બાઈડનના માસ્ક અંગે ટોણો મારી ચૂક્યા છે. અહીં પણ આવું જ કર્યું. કહ્યું, તેઓ જેટલું મોટું માસ્ક પહેરે છે, એટલું મોટું માસ્ક પહેરતાં મેં ક્યારેય કોઈને જોયા નથી. જ્યારે તમારા હેલ્થ અધિકારી પણ એ સલાહ આપે છે. આ અંગે ટ્રમ્પે કહ્યું, એવું નથી હું માસ્ક નથી પહેરતો. જ્યાં જરૂર હોય છે ત્યાં જરૂર પહેરું છું. લોકો મારી મોટી રેલીઓ કરવા અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. જરા જણાવો… જો હું ઈનડોર રેલીઓ અથવા કાર્યક્રમ કરતો તો શું થાત. અમે સુરક્ષિત રીતે રેલીઓ કરી છે. લોકો જાણે છે કે હું શું કરી રહ્યો છું અને શું કરાવી રહ્યો છું. આ જ કારણ છે કે લોકો મને જ આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માગે છે.

વંશવાદી હિંસા

બાઇડનઃ ટ્રમ્પના સમયમાં વંશવાદી હિંસા વધી. તેઓ નફરતનું રાજકારણ રમી રહ્યા છે. તેમણે દેશના વંશના આધારે ભાગલા પાડવાનું કાવતરું ઘડ્યું છે. એ ભૂલશો નહીં કે તેમણે 2017માં શ્વેતોને યોગ્ય ગણાવવા માટે રેલી કરી હતી. તેમની જેમ કોઈ ભાગલા પાડવાવાળું ભાષણ નથી આપતું. જ્યોર્જ ફ્લોયડના મોત પછી વ્હાઈટ હાઉસની બહાર વિરોધ દેખાવ અને હિંસા થયાં હતાં. રાષ્ટ્રપતિ એ વખતે ચર્ચની સામે ફોટો પડાવવા માટે પહોંચી ગયા હતા. તેમણે અશ્વેત અમેરિકન્સ માટે કંઈ જ નથી કર્યું.

ટ્રમ્પઃ તમે અશ્વેતોનું રાજકારણ કેમ કરી રમી રહ્યા છો. મારા કાર્યકાળમાં સૌથી વધુ અશ્વેત જેલમાંથી બહાર આવ્યા. તમારી સરકારે તો તેમનો ઉપયોગ કર્યો. ઘણા શબ્દો કહેવાના નથી હતો. તમે ગંદી માનસિકતાનો પરિચય આપી રહ્યા છો. બાઈડનના વિચાર જ ખરાબ છે. અમે દેશમાં સમાનતાનો અધિકાર બધાને આપવા માટે સખત પગલાં ભર્યાં છે. ઘણા લોકો (બાઈડન તરફ ઈશારો)જનતાને ઉશ્કેરી રહ્યા છે અને તેમનો રાજકારણમાં ઉપયોગ કરવા માગે છે. હું આવું થવા નહીં દઉં.બાઈડનને ટોક્યા અને કહ્યું તમે પોતે વંશવાદી છો. ટ્રમ્પે કહ્યું-ઓબામાના કાર્યકાળમાં તમે ઉપ રાષ્ટ્રપતિ હતા. એ વખતે સૌથી વધુ વંશવાદી ભાગલા પડ્યા. તમે કો અશ્વેકોની વાત સુધી નહોતા કરતા.

આંતરિક સુરક્ષા
અમેરિકામાં ગત દિવસોમાં વંશવાદી હિંસાની ઘણી ઘટનાઓ સામે આવી. ડેમોક્રેટ પાર્ટી અને બાઈડને અશ્વેતોના વોટ મેળવવા માટે પોલીસ ફંડીગ અટકાવવાની માંગ કરી. પણ ડિબેટ દરમિયાન આ મામલે બાઈડલ પલટી મારતા જોવા મળ્યા.

બાઈડનઃ હું પોલીસનું ફંડ બંધ કરવાને સમર્થન નથી આપતો. મારા સમર્થકોએ પણ આવું ક્યારે નથી કહ્યું. અમે પોલીસ સુધારાનું સમર્થન કરીએ છીએ. પોલીસને વધુ પૈસાની જરૂર છે. હિંસના દોષીઓને સજા જરૂર મળવી જોઈએ. આપણા રાષ્ટ્રપતિ પુતિનની કતપૂતળીની જેમ કામ કરે છે. તમે આપણા શહીદ સૈનિકોને પરાજિત યોદ્ધા કહ્યાં.

ટ્રમ્પઃ વાસ્તવિકતા સામે છે. છેલ્લા ઘણા મહિનામાં ડેમોક્રેટ્સના ભાષણ અથવા નિવેદન જોઈ લેજો. એમાં સ્પષ્ટ છે કે હિંસા પાછળ ડાબેરીઓનો (ડેમોક્રેટ્સ)નો હાથ છે. રાઈટ વિંગ અથવા શ્વેતો પર તેમને ઉશ્કેરવાનો આરોપ માત્ર મુદ્દાને ઉશ્કેરવાનો છે.

ક્લાઈમેટ ચેન્જ
બાઈડનઃ ક્લાઈમેટ ચેન્જના મુદ્દે તમારી શું યોજના છે. કાર્બન એમીશન(કાર્બન ઉત્સજર્ન)ને તમે કેવી રીતે ઓછું કરશો. ગ્રીન એનર્જી અને આની સાથે જોડાયેલી જોબ અંગે શું કહેશો. હું પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટને ફરી લાગુ કરીશ. તમે તો આ સમજૂતી તોડી ચુક્યા છો.
ટ્રમ્પઃ દરેક વસ્તું માણસના કાબુમાં નથી હોતી. હું ક્લાઈમેન્ટ ચેન્જના મુદ્દે નવી ડીલ કરવા માગું છું. માણસ એક હદ સુધી આ મુદ્દે કામ કરી શકે છે. અમે હવા અને તેને યોગ્ય બનાવવાનો પ્રયાસ કરીશું. આપણે ફોરેસ્ટ મેનેજમેન્ટ સુધારવું પડશે. જેથી જંગલોમાં આગ ન લાગે.

વોટિંગ
બાઈડનઃ રાષ્ટ્રપતિ લોકોને મતદાન અંગે ડરાવી રહ્યા છે. તેઓ કહે છે કે મેઈલથી વોટિંગમાં ફ્રોડ અથવા છેતરપિંડી થઈ શકે છે. તેઓ ઈચ્છે છે કે લોકો મતદાન જ ન કરે. અમે ઈચ્છીએ છીએ કે લોકો વધુમાં વધુ મતદાન કરે. ટ્રમ્પ હારશે તો તેમને ખુરશી છોડવી જ પડશે.
ટ્રમ્પઃ મેં મતદાન અંગે જે ચિંતાઓ વ્યક્ત કરી છે, તેનું સમર્થન FBI ડાયરેક્ટરે પણ કર્યું છે. આ વખતે પણ આવું કંઈ થઈ શકે છે. જે પહેલા ક્યારે નથી થયું. બની શકે છે કે આપણને ઘણા મહિનાઓ સુધી પરિણામ ખબર ન પડી શકે. બની શકે છે કે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય થાય કે કોણ હાર્યુ અને કોણ જીત્યું. બે વાતો છે. જો એમી કોને બેરેટ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમાશે અને સુપ્રીમ કોર્ટમાં જ જીત-હારનો નિર્ણય થશે તો તે અમારા પક્ષમાં 6-3થી થશે.

હન્ટરે યૂક્રેનમાં બિઝનેસ શા માટે કર્યો ?
બાઈડનના બીજા દીકરાનું નામ રોબર્ટ હન્ટર બાઈડન છે. તેમને હન્ટર તરીકે જ ઓળખવામાં આવે છે. હન્ટર પર આરોપ છે કે તેમને યૂક્રેનની એક કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં રહેતી વખતે તેને ફાયદો પહોંચાડ્યો. ત્યારે જે બાઈડન ઉપ રાષ્ટ્રપતિ હતા. અમેરિકન મીડિયાએ આ સંબંધિત પુરાવા પણ રજુ કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હન્ટરે પિતાના હોદ્દાનો ખોટો ફાયદો ઉઠાવ્યો અને આ જ કારણે તંત્ર મૌન છે. ટ્રમ્પે આ મુદ્દો ઉઠાવ્યો. કહ્યું- હન્ટરે લાખો ડોલરની કમાણી કરી અને દેશને નુકસાન પહોંચાડ્યું. યૂક્રેન તો છોડો મોસ્તોના મેયર પાસેથી પણ પૈસા લીધા અને થોડા ઘણા નહીં પણ લાખો ડોલર લીધા. અમે સેનેટને આના મજબૂત પુરાવા આપ્યા.

બાઈડને આરોપ ફગાવી દીધો. કહ્યું-મારા દીકરાએ કોઈ પૈસા નથી લીધા. હું ઈચ્છું તો રાત સુધી રાષ્ટ્રપતિના પરિવારની હરકતો અંગે વાત કરી શકં છું. પરંતુ હવે બહું થયું. તેને બંધ કરવું જોઈએ. તેમના બાળકો વ્હાઈટ હાઉસમાં કામ કરી રહ્યા છે અને કેમ્પેઈનમાં પણ ભાગ લઈ રહ્યા છે. તેમના કારણે ચીને આપણા દેશમાં ચોરી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here