Thursday, August 5, 2021
Homeલાખણીમાં પ્રથમ વરસાદમાં ભૂગર્ભ ગટર બ્લોક થતાં પાણી ભરાયુ : દુકાન દારો...
Array

લાખણીમાં પ્રથમ વરસાદમાં ભૂગર્ભ ગટર બ્લોક થતાં પાણી ભરાયુ : દુકાન દારો પરેશાન

લાખણી ખાતે હાઇવે વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટરો પ્રથમ ચોમાસે જ બ્લોક થઇ જતાં સતત બે દિવસથી વરસતા વરસાદના પાણી બજારમાં ભરાઇ જવા પામ્યું હતું. જેના લીધે ગામ લોકો તેમજ દુકાનદારોની હાલત કફોડી થવા પામી હતી.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે આઠેક મહિના પહેલા જ લાખણી ખાતે ડીસા-થરાદ હાઇવેની બાજુમાં બનાવેલી ભૂગર્ભ ગટર જેમાં હાઈવે વિસ્તાર તેમજ બજાર વિસ્તારના વરસાદી પાણીનું કનેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ ભૂગર્ભ ગટર પ્રથમ ચોમાસે જ બ્લોક થઈ જતાં હાઈવે તેમજ બજારનું વરસાદી પાણી બજારમાં ભરાઇ જવા પામ્યું હતું અને બજારમાં તળાવ ભરાયું હોય તેવું દ્રશ્ય નજરે પડતું હતું. જેના લીધે વાહનચાલકો તેમજ દુકાનદારો તથા ગામ લોકોએ ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. આ બાબતે ગામ લોકોએ જણાવ્યું હતું કે બજાર તેમજ હાઇવે વિસ્તારના પાણી માટે ભૂગર્ભ ગટર બનાવવાની હતી. તો પણ નાની પાઇપો નાખતાં આવી હાલત થઈ છે. જો તંત્ર દ્વારા હજુ પણ મોટી પણ રાખવામાં નહીં આવે તો દરેક વરસાદે ગામ લોકોને પરેશાની ભોગવવાનો વારો આવશે.

 

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments