Friday, March 29, 2024
Homeહિન્દી સિનેમાંનો સૌથી પહેલો સુપરસ્ટાર, એ સમયમાં એની ફિલ્મએ કરી કરોડની કમાણી
Array

હિન્દી સિનેમાંનો સૌથી પહેલો સુપરસ્ટાર, એ સમયમાં એની ફિલ્મએ કરી કરોડની કમાણી

- Advertisement -

હિન્દી ફિલ્મોનાં પ્રથમ હીરોનો જન્મ આજનાં જ દિવસે 13 ઓક્ટોબર 1911ના રોજ થયો હતો. એક એવો અભિનેતા કે જે મુંબઇમાં હીરો નહીં પણ ટેક્નિશિયન બનવા આવ્યો હતો. પરંતુ નસીબના જોગે અભિનેતા બન્યો અને સ્ટાર જ નહીં પણ બોલિવૂડનો પહેલો સુપરસ્ટાર બન્યો. આ સુપરસ્ટારની એક્ટિંગ અને શૈલી લોકોના સંવાદોમાં આજે પણ જીવતી જોવા મળે છે. અહીં વાત છે અશોક કુમારની.

અશોક કુમારનો જન્મ 13 ઓક્ટોબર 1911ના રોજ ભાગલપુરના બિહારમાં થયો હતો. જન્મ સમયે તેનું નામ કુમુદલાલ ગાંગુલી હતું. તો ફિલ્મ જગતમાં પણ તેને બધા દાદામુનિ એટલે કે મોટા બાઈ કહીને બોલાવતા હતા.

જો કે અશોક કુમારને તો બધા ઓળખે જ છે. પરંતુ તેની પહેલી ફિલ્મ સાથે જોડાયેલો આ કિસ્સો ખુબ ઓછા લોકો જાણતાં હશે. અશોક કુમારને ફિલ્મ જગતમાં કામ તો કરવું હતું પણ એક હીરો તરીકે નહીં એક ટેક્નિશિયન તરીકે. ત્યારે તેના જીજુ સશાધર મુખર્જી મુંબઈમાં બોમ્બે ટોકીઝમાં કામ કરતાં હતા કે જેથી અશોક કુમાર પણ મુંબઈ આવી ગયા અને ટોકીઝમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું.

વર્ષ 1963માં બોમ્બે ટોકીઝમાં બની રહેલી ફિલ્મ જીવન નૈયાની શુટિંગ શરૂ થાય એ પહેલા જ એની લીડ એક્ટ્રેસ દેવિકા રાની અને નજમુલ હસન વચ્ચે કંઈક મતભેદ થઈ ગયો. કે જેનાં લીધે પ્રોડ્યુસરે નજમુલના બદલે હીરો તરીકે કુમુદલાલને પસંદ કર્યો. જો કે ફિલ્મનાં ડાયરેક્ટર આ વાતથી નાખુશ હતાં. પરંતુ તેમ છતાં પ્રોડ્યુસર હિમાંશુએ તેને હીરો તરીકે લીધો અને નામ બદલીને અશોક કુમાર રાખી દીધું. એવું એટલા માટે કર્યું કે તે દિવસોમાં હીરોનું અસલી નામ પરદા પર ઉજાગર કરવામાં ન આવતું.

વર્ષ 1943માં આવેલી ફિલ્મ કિસ્મતે બોક્સ ઓફિસનાં બધા રેકોર્ડ તોડી નાખ્યાં અને ચારેકોર માત્ર અશોક કુમારનું જ નામ ગુંજવા લાગ્યું. અશોક કુમાર બધાની પહેલી પસંદ બની ગયા. કિસ્મત હિન્દી સિનેમાંની પહેલી એવી હિન્દી ફિલ્મ હતી કે જેણે બોક્સ ઓફિસ પર 1 કરોડ રૂપિયા કમાયા હતા.

જ્યારે રાજકપૂરના લગ્ન થયા હતાં ત્યારે પણ અશોક કુમાર સુપરસ્ટાર હતાં. આ વાત છે વર્ષ 1946ની. એક રિપોર્ટ પ્રમાણે મંચ પર રાજ કપૂર અને તેની પત્ની કૃષ્ણા કપૂર હાજર હતાં. અચાનક ચોર મચી ગયો કે એના લગ્નમાં અશોક કપૂર આવ્યા છે. તો અશોકને જોવા માટે રાજકપૂરની પત્નીએ તરત જ ઘૂંઘટ ઉઠાવી લીધો. રાજકપૂરને આ વાતનું ખુબ ખોટું લાગ્યું હતું અને એણે ઘણા દિવસો સુધી પત્ની સાથે વાત નહોતી કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular