અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો

0
26

ચીનમાં કોરોના વાઈરસને કારણે ૪૯૨ લોકોના મોત થયાં છે. ચીનમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો છે. મંગળવારે સાંજે સાડા પાંચથી પોણા છ વાગ્યાના અરસામાં બોપલ આંબલીના રહેવાસી એક મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે. આ મહિલા દર્દી થાઇલેન્ડથી મુસાફરી કરીને આવ્યા છે અને કોરોના વાઇરસના લક્ષણો જણાઈ રહ્યા છે, જોકે રિપોર્ટ બુધવાર સુધીમાં આવે તેવી શકયતા છે. જોકે, રાયમાં અન્ય ત્રણ વ્યકિતઓનાં કોરોનાવાયરસનાં કેસ નેગેટીવ આવ્યાં હતાં.


૨૮ વર્ષિય યુવતીને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણોને પગલે અમદાવાદ સિવિલમાં લાવવામાં આવી હતી. થાઇલેન્ડનો પ્રવાસ કરીને પરત ફરેલી આ યુવતીએ શરદી, તાવ, ખાંસી સહિત અન્ય લક્ષણો સાથે ફરિયાદ કરી હતી જેથી પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી પણ હોસ્પિટલના સત્તાધીશોએ તાકીદે દર્દીને સિવિલ લઇ જવા ભલામણ કરી હતી. આ કારણોસર દર્દીને સિવિલમાં રિફર કરાયા હતાં.
કોરોના વાયરસનાં ભયને કારણે કેન્દ્ર સરકારે ચીનની ખાસ ફલાઇટ મોકલીને ૩૨૦ ભારતીય પ્રવાસીઓને પરત લાવવામાં આવ્યાં હતા. આ બધાય મુસાફરોનું દિલ્હી એરપોર્ટ સ્થિત આર્મી કેમ્પમાં સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું. એવી ચર્ચા છેકે, આ આર્મી કેમ્પમાં એક ગુજરાતી પ્રવાસી પણ શંકાસ્પદ લક્ષણ હોઇ સારવાર હેઠળ છે. આ વાત અંગે રાય આરોગ્ય વિભાગના અધિકારીઓએ એવી પ્રતિક્રિયા આપીકે, ભારતીય ઇમિગ્રેશન દ્રારા અમને કોઇ સત્તાવાર જાણ કરવામાં આવી નથી.


દુનિયાભરમાં જેનો ભય ફેલાયો છે તે વાયરસનું નામ ‘કોરોના’ આ કારણે પડુંકોરોના વાયરસના ભયને પગલે ગુજરાતના બધાય બંદરો પર જહાજોના માધ્યમથી આવન જાવન કરતાં વિદેશી પ્રવાસીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ચીન, થાઇલેન્ડ, સિંગાપુર, જાપાન, કોરિયાના માલવાહક જહાજોના સ્ટાફનુ સ્ક્રીંનીગ કરવા આયોજન કરાયુ છે. કંડલા બંદર પર સ્ક્રીનિંગ યુનિટ બનાવાયુ છે. જોકે,અત્યાર સુધી એકેય બંદર પરથી શંકાસ્પદ કેસ નોધાયો નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here