ધર્મશાલા : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-20 આજે, સતત ચોથી જીત પર ટીમ ઇન્ડિયાની નજર

0
59

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટી -20 શ્રેણીની પહેલી મેચ ધર્મશાલામાં રમાશે. ભારતીય ટીમની નજર ટી 20માં સતત ચોથી જીત મેળવવા પર રહેશે. તેણે છેલ્લી ત્રણ મેચોમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું. આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાને છેલ્લી પરાજય મળ્યો હતો. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાની ટીમ પણ સતત ચોથી જીત નોંધાવવા માંગશે. તેણે છેલ્લી ત્રણ મેચોમાં શ્રીલંકાને પરાજિત કર્યું હતું. તેની છેલ્લી હાર ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સામે થઈ હતી.

બંને ટીમો ચાર વર્ષ બાદ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમશે. છેલ્લે 2 ઓક્ટોબર 2015ના રોજ દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તે હારનો બદલો લેવા માંગશે. આ મેદાન પર આઠ મેચ રમવામાં આવી હતી. આમાં, બે વખત ચેઝ કરનાર ટીમે જીત મેળવી હતી. ચાર મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે મેળવી હતી. બે મેચમાં પરિણામ આવ્યુ ન હતું.

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 ટી -20 મેચ થઈ છે, જેમાં ભારતીય ટીમે 8 મેચ જીત છે. દક્ષિણ આફ્રિકાને 5 મેચમાં સફળતા મળી હતી. ભારતમાં બંને વચ્ચે બે મેચ રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમે બંને મેચ જીતી લીધી હતી. છેલ્લી વખત બંને ટીમો ન્યૂલેન્ડ્સમાં આમને-સામને આવી હતી, તે મેચ ભારતીય ટીમે 7 વિકેટથી જીતી લીધી હતી.

હવામાન અને પિચ રિપોર્ટ: ધર્મશાલામાં સાંજના સમયે વરસાદ પડી શકે છે. તાપમાન 17થી 23 ડિગ્રીની આસપાસ રહેશે. આ ગ્રાઉન્ડ પરની પિચ ઝડપી બોલરોને મદદ કરે છે. પહેલા બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર 166 રન છે.

ભારતની તાકત

ભારતીય ટીમના બે સૌથી મહત્વના બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી શ્રેણીમાં ટીમના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. કોહલીએ 3 મેચમાં 106 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન, તેની સરેરાશ 35.33 હતી. બીજી તરફ, રોહિત શર્માએ 2 મેચમાં 91 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 45.50 હતી.

ભારતની નબળાઈ

વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે 18 ટી 20માં 21.57 ની સરેરાશથી ભારત માટે 302 રન બનાવ્યા હતા. તેના નામે માત્ર બે અડધી સદી છે. પંતે વિન્ડિઝ પ્રવાસ દરમિયાન ત્રણ ટી -20 મેચોમાં 0, 4 અને અણનમ 65 રન બનાવ્યા હતા. તે ઝડપથી શોટ્સ ફટકારવાના પ્રયાસમાં બેટિંગની શરૂઆતમાં વિકેટ ગુમાવી બેસે છે.

દક્ષિણ આફ્રિકાની તાકત

મધ્ય ક્રમમાં એબી ડી વિલિયર્સની જગ્યા લેનારા ડુસેને તેની ઉપયોગિતા સાબિત કરી છે. તેણે 7 ટી 20માં 36.14 ની સરેરાશથી 253 રન બનાવ્યા હતા. ડુસેને શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં 34 અને 64 રન બનાવ્યા હતા. ડુસેને વનડે વર્લ્ડ કપમાં બે અડધી સદી ફટકારી હતી. તે ઝડપી બેટિંગ માટે જાણીતો છે.

દક્ષિણ આફ્રિકાની નબળાઈ

ઇમરાન તાહિર પછી અનુભવી સ્પિનર ​​તરીકે દક્ષિણ આફ્રિકાની ટીમમાં કોઇ ખેલાડી છે નહિ. તબરેઝ શમસી સ્પિન ડિપાર્ટમેન્ટને લીડ કરશે. શમસીએ 14 ટી 20માં ફક્ત 10 વિકેટ લીધી હતી. તેણે ભારત સામે ત્રણ ટી -20 રમી છે, પરંતુ આ સમયગાળા દરમિયાન તે નિષ્ફળ સાબિત થયો હતો. આ સમય દરમિયાન તેને બે વિકેટ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here